શિક્ષિત યુવાનોને કૌશલ્યવાન બનાવી ક્રાંતિ સર્જવા અનોખું અભિયાન
રાજકોટ ખાતે ટાટા સ્ટ્રાઇવ અને લઘુઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે “અપ સ્કિલ અફસર બીટીયા તાલીમ” ઇમ્પીરીયલ હોટેલમાં યોજાયેલ હતા.
આજે જ્યારે એક બાજુ ઉદ્યોગોને કૌશલ્યવાળા યુવાનોની જરૂરિયાત છે અને બીજી બાજુ શિક્ષીત યુવાનો પુરતા કૌશલ્ય – તાલીમના અભાવે બેરોજગાર છે, ત્યારે આ શિક્ષીત યુવાનોને યોગ્ય કૌશલ્યની તાલીમ આપવી જરૂરી છે. યુવાનોને તાલીમ આપવાનું આ કાર્ય ટાટા સ્ટ્રાઇવ (ટાટા ટ્રસ્ટસ), અપ સ્કિલ- અફસર બીટિયા અને ઉદ્યોગોની મદદ અને વિકાસ માટે સતત કાર્યશીલ – લઘુ ઉદ્યોગ ભારતી સાથે મળીને ઉપાડેલ છે.
ટાટા સ્ટ્રાઇવની સ્થાપનામાં ર014માં ટાટા ટ્રસ્ટના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તરીકે કરવામાં આવી હતી. ટાટા સ્ટ્રાઇવનું મિશન રોજગાર, ઉદ્યોગ સાહસિકતા માટે વંચિત યુવાનોને તાલીમ આપવા માટે ક્ષમતા નિર્માણ કરવાનું છે.
આજે યુવાનોને ઉદ્યોગોને અનુરૂપ જરૂરી તાલીમ આપીને બેરોજગારી દૂર કરવા અને ઉદ્યોગોનો પણ વિકાસ કરવાં લઘુ ઉધોગ ભારતી, ટાટા સ્ટ્રાઇવ અને અપ સ્કીલ અફસર બીટિયા સાથે મળીને આ મિશનને આગળ ધપાવશે અને આપણાં દેશને આત્મ નિર્ભર ભારત – બનવા તરફ પ્રયાશ કરશે. ટાટા સ્ટ્રાઇવ કૌશલ્ય વિકાસ માટે યુવાનોનાં 50થી પણ વધુ ઔપચારીક અભ્યાસક્રમો વિકસાવ્યા છે જે સંબંધિત 10 સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા નિર્દિષ્ટ ધોરણો સાથે જોડાયેલા છે. ટાટા સ્ટ્રાઇવે અત્યાર સુધીમાં 10 લાખ જેટલા યુવાનોને તાલીમ આપી ચુક્યા છે જેમાંથી અંદાજીત 80% યુવાનોને રોજગારી મળેલ છે.
તા. ર8/04/ર0રર ના રોજ થયેલ આ કાર્યક્રમમાં ટાટા સ્ટ્રાઇવનાં રમા કે.આર.ગુપ્તા, અફ્સર બીટિયાના રાજેશ ગાંધી, લઘુ ઉદ્યોગ ભારતીના હસરાજ ગજેરા, અમૃત ગઢીયા, જય માવાણી તથા લઘુ ઉદ્યોગ ભારતીની ટીમ અને સૌરાષ્ટ્ર કચ્છ-ચેમ્બર ઓફ કોમર્સના નલીન ઝવેરી અને રાજકોટના વિવિધ એસોસિએસનો, ઉદ્યોગકારો તથા વી.વી.પી., દર્શન અને આર.કે કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.