ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પરિસરમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ડ્રોન ઉડાડી વિડિયો શૂટિંગ કરતા ઉત્તરપ્રદેશના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક સમયથી સોમનાથ મંદિરનો વિસ્તાર આતંકી હુમલાઓની ધમકીના કારણે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યો છે ત્યારે શખ્સે ડ્રોન કેમેરો ઉડાડી શૂટિંગ ઉતાર્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં શખ્સ ડ્રોન ઉડાડી રિમોટ મારફતે શૂટિંગ કરી રહ્યો હતો. દરમિયાન એસઆરપી જવાનનું ધ્યાન જતાં તેને શૂટિંગ કરતો અટકાવી પોલીસને જાણ કરી હતી.ત્યારબાદ ડ્રોન રિમોટ સાથે દેસરાજુ સાઈસત્ય સુબ્રમણ્યમ દેસરાજુ વેંકટા રામારાવ રહે.નોઈડા, ઉત્તરપ્રદેશની અટકાયત કરી જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે સોમનાથના 1 કિમીની ત્રીજિયાના વિસ્તારને રેડ ઝોન તરીકે જાહેર કરાયું છે તેમ છતાં આ શખ્સે ડ્રોન હવામાં ઉડાડ્યું ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું હોવાથી સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ