એમપીનાં ગર્વનર લાલજી ટંડનની નાદુરસ્ત તબિયતને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય રાષ્ટ્રપતિએ આનંદીબેનને વધારાનો ચાર્જ આપવાનો નિર્ણય કર્યો
ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલને મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના ગર્વનર લાલજી ટંડન લાંબા સમયની બિમારી હોય અને લખનૌની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય આનંદીબેનને મધ્યપ્રદેશના ગવર્નરનો વધારાના ચાર્જ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન પ્રમાણે મધ્યપ્રદેશના ગવર્નર ૮૫ વર્ષિય લાલજી ટંડન ૧૧ જૂનથી લખનૌની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
જેથી તેઓ મધ્યપ્રદેશના ગર્વનર તરીકે કામ કરવામાં અસમર્થ હોય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉતર પ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલે મધ્યપ્રદેશના ગવર્નર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જે માટે રાષ્ટ્રપતિ દ્વારા આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશનો વધારાનો ચાર્જ સોંપવા માટેનો હુકમ કર્યો છે.
મધ્યપ્રદેશના ગર્વનર લાલજી ટંડનની છેલ્લા કેટલા સમયથી તબીયત નાદુરસ્ત રહેતી હોવાથી ૧૧ જૂનના રોજ લખનૌની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમની સ્થિતિ ગંભીર હોય વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. ટંડન મધ્યપ્રદેશના ગવર્નર તરીકે કાર્ય કરવામાં અસમર્થ હોય તેમની જગ્યાએ આનંદીબેનને વધારાનો ચાર્જ અપાયો છે.