અનેક સ્થળોએ જાહેરસભાઓ સંબોધશે
ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં તા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ઉત્તર ઝોનના કચ્છ જીલ્લામાં ગુજરાતના ગૌરવને વધાવશે તેમજ પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાજી ગુજરાત ગૌરવ યાત્રમાં બે દિવસ માટે જોડાવાના છે, પ્રમ દિવસે તારીખ ૧૩ ઓક્ટોબરના રોજ તેઓ સવારે ગુજરાત આવશે, ત્યારબાદ પારડી, અતુલ, વલસાડ, ચીખલી, ગણદેવી, અમલસાડ, અબ્રામા, એરૂ, કબીલપોર, મરોલી અને સચીન ખાતે યાત્રામાં જોડાશે અને જાહેરસભાઓને સંબોધશે, રાત્રે સુરત ખાતે ઉત્તર ભારત ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સો બેઠક યોજશે તા બીજા દિવસે તારીખ ૧૪ ઓક્ટોબરે કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં ૬ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૩૬ કિલોમીટરનો પ્રવાસ કરશે તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી અને અબ્રામા ખાતે સ્વાગતસભા તા ગૌરવ યાત્રાનું ૪ સનો પર પ્રજાજનો દ્વારા આવકાર – સ્વાગત શે અને ગૌરવ યાત્રા પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.
નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં ૪ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૪૭ કિલોમીટરનો પ્રવાસ કરશે, તેમજ રાપર, સામખીયાણી, ગાંધીધામ, અંજાર અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે તા ગૌરવ યાત્રાનું ૬ સનો પર પ્રજાજનો દ્વારા આવકાર – સ્વાગત શે અને ગૌરવ યાત્રા પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.