નેપાળના તનાહુનના ડીએસપી દીપકુમાર રાયે જણાવ્યું હતું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે નદીના કિનારે પડી છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે નીચે સ્ક્રોલ કરો.
નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં મુસાફરોથી ભરેલી યુપીની બસ મર્યાંગડી નદીમાં પડી છે, જેમાં 14 લોકોના મોત થયા છે. નેપાળ પોલીસે આ ઘટનાની માહિતી આપી છે. જિલ્લા પોલીસ કચેરી તનાહુનના ડીએસપી દીપકુમાર રાયે જણાવ્યું કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે નદીના કિનારે પડી છે.
અત્યાર સુધીમાં આટલા લોકોને બચાવી લેવાયા છે
અધિકારીએ જણાવ્યું કે રાહત અભિયાનમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરો સાથે બસ કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં 40 મુસાફરો સવાર હતા.