ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ભાજપ સતત ત્રીજી વખત એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપે તેવી પ્રબળ સંભાવના
હાલ યોજાયેલી યુપીની ચૂંટણીમાં ભાજપા પક્ષે એકપણ ટિકિટ મુસ્લિમ ઉમેદવારને ની આપી. માનવામાં આવે છે કે, યુપીમાં ૨૨ ટકા મુસ્લિમ મતદારો છે જયારે ૭૮ ટકા હિન્દુ મતદારો છે. માની શકાય કે, હિન્દુ મતદારોને રીઝવવા ભાજપા પક્ષે હિન્દુઓને ટિકિટ આપી ભાજપા પક્ષનો વિજય નિશ્ર્ચિત કરી દીધો હતો. ત્યારે ગુજરાતમાં ૧૮૨ બેઠકો ઉપર યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર છ મહિના રહ્યા છે ત્યારે અત્યાર સુધી જે રીતે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં નથી આવી તેવી જ રીતે આ વખતે પણ હિન્દુ મતદારોથી ભાજપા પક્ષ ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
ગુજરાતમાં ભાજપ પક્ષનો ઐતિહાસીક વિજય થાય તે માટે સંગઠન પડમાં આવી ગઈ છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં હિન્દુત્વનું બ્યુગલ ફુંકવા તેઓ અગ્રેસર ઈ રહ્યાં છે. અમદાવાદ ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડીયાએ હુંકાર કરતા જણાવ્યું હતું કે, યુપીમાં રામ મંદિર બનશે જ. તેમના આ નિવેદની જાણી શકાય કે ભાજપ ગુજરાતમાં હિન્દુકાર્ડી જ ચૂંટણી લડશે.
વિરાટ મહાસંમેલનમાં ૫૦ હજારી પણ વધારે કાર્યકરો ઉપસ્તિ રહ્યાં હતા અને હિન્દુત્વવાદને પ્રબળ કરવા તેઓએ બીડુ ઉપાડયું હતું. આ વિરાટ સંમેલનમાં રણછોડ ભરવાડે જણાવ્યું હતું કે, જયાર સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી વિશ્ર્વ હિન્દુ પરિષદ પોતાની લડત ચાલુ રાખશે.
જો ગુજરાતની વાત કરીએ તો છેલ્લી ત્રણ ચૂંટણીથી મુસ્લિમ ઉમેદવારોને એકપણ ટિકિટ આપવામાં આવી ન હતી. એટલે કે, માની શકાય કે ભાજપ પક્ષ હિન્દુઓથી જ ચૂંટણી લડવા માંગે છે. નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ચાણકય નીતિી યુપી સહિત અન્ય ચાર રાજયોમાં જે રીતે ભાજપ તરફી પરિણામ આવ્યા તે કાબીલેતારીફ છે. તમામ પાંચ રાજયોની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહોતી આપવામાં આવી તેમ છતાં પણ ભાજપનો ઐતિહાસીક વિજય થયો હતો. તેવી જ રીતે સંઘ પરિવારે ગુજરાતમાં હિન્દુત્વવાદને પ્રોત્સાહિત કરી ગુજરાતમાં યોજાનારી ચૂંટણીને અનુલક્ષી આડકતરી રીતે જણાવ્યું છે કે, ગુજરાતમાં પણ હિન્દુ ઉમેદવારોથી જ ચૂંટણી લડાશે.