યાર્ડના સત્તાધીશોએ 133 દુકાનો ભાડા પટ્ટે આપવાના બદલે વેચી દેતા વેપારીઓનો વિરોધ
ઉંઝા માકેટીંગ યાર્ડ આજથી અચોકકસ મુદત સુધી બંધ રહેશે. યાર્ડના સત્તાધીશોએ 133 દુકાનો ભાડા પટ્ટે આપવાના બદલે વેચાણથી આપી દેતા વેપારીઓ દ્વારા અચોકકસ મુદત સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઉંઝા માકેટીંગ યાર્ડના સત્તાધીશો દ્વારા વર્ષ 2017-18 માં બંધ બારણે બેઠક યોજી એક ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં 133 દુકાનોને ભાડા પટ્ટે આપવાના બદલે વેચાણથી આપી દેવામાં આવી હતી. નિયમ મુજબ માકેટીંગ યાર્ડમાં દુકાનો કયારેય વેચાણ દસ્તાવેજથી આપી
શકાતી નથી. વેપારી પેઢીઓને ભાડા પટ્ટે દુકાનો આપવામાં આવે છે. જેથી યાર્ડને પણ સતત આવક થતી રહે. યાર્ડના સત્તાધીશોએ કુલડીમાં ગોળ લીધો હતો અને નિયમ વિરુઘ્ધ ઠરાવ કરી 133 દુકાનો વેચી મારી હતી. જેના વિરોધકમાં આજે વેપારીઓ દ્વારા અચોકકસ મુદતનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. યાર્ડના સેક્રેટરીને પણ હાજર થવા માટે નોટીસ ફટકારવામાં આવી છે.