કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉ૫સ્થિતિમાં વાલી સંમેલન અને તેજસ્વી તારલા સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો
રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાઓની અનાવરણ વિધિ સમારોહ તેમજ વાલી સંમેલન અને તેજસ્વી તારલાઓને સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં અનેક વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આ તકે મંત્રી જયેશભાઇ રાદડીયા તથા અસંખ્ય રાજકીય નેતાઓ અગ્રણીઓ તથા જામકંડોરણા તાલુકા તથા આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉ૫સ્થ્તિ રહ્યા.
જામકંડોરણાના પટેલ વિઘાર્થી ભુવન યુનિટ નંં.ર ખાતે જામકંડોરણાના આંગણે ત્રિવેણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ આ તકે રાજકોટ ડેરીના ચેરમેન ગાેવિંદભાઇ રાણપરીયાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ કે ૧૯૮૯ થી ખેડુત નેતા અને સાંસદ અને જામકંડોરણા વિસ્તારમાં ભવ્ય સેવાઓ અને શિક્ષણ વિનય અને સમાજના લોકોને અનેક રીતે ઉપયોગ થયેલ એવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા હાલ બીમાર છે. અને તેમની ગેર હાજરીમાં ૧લો કાર્યક્રમ છે અને પ્રભુ પાસે પ્રાર્થના કે વિઠ્ઠલભાઇ રાદડીયા તાત્કાલીક સાજા થાય એવી પ્રાર્થના ઠરાવ પાસ કરેલ.
કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ ૧૯૯૨ માં નાના ગામમાં શૈક્ષણિક સંસ્થાનો પાયો નખાયો.અને જામકંડોરણા પછાત તાલુકો હતો. અને જામકંડોરણા તાલુકાને સરદાર પટેલ શૈક્ષણીક ધામનું નિર્માણ થયુ અત્યારે જામકંડોરણા અને રાજકોટમા પણ છાત્રાલય બનાવેલ અને બીજુ પણ રાજકોટમાં દીકરો માટે ૧૦ માળનું આધુનીક છાત્રાલયનું કામ પુરુ થવછાના આરે છે. અને સમાજની દિકરીઓ માટે ફરી ૧પ૦૦ દિકરી માટે આધુનીક છાત્રાલય બનેલ અને આવનારા સમાજ માટે આધુનીક શૈક્ષણિક સમાજ અને તે બધા કામો સમાજને આભારી છે.
અને ટુંક સમયમાં નવા સમાજો બનાવા અને હરીદ્વાર સહીતમાં નવા ભવનો બનાવવા માટે કાર્યને વિઠ્ઠલભાઇ રાદડીયાને આભારી છે.
અને જામકંડોરણા તાલુકામાં દરેક ગામોમાં લેઉવા પટેલ સમાજો અને હવે માત્ર હવે ૬ ગામોમાં સમાજ બનાવાના બાકી છે અને જામકંડોરણા તાલુકાને પછાત નહી પણ આધુનીક સુવિધાવાળો તાલુકો બનેલ જેમાં પાણી, રસ્તા, ગેસ લાઇન સહીત વિકાસના વાત કરી અને દાતાઓ અને અગ્રણીઓનો આભાર માનેલ હતો.
કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના વરદ હસ્તે દાતાઓના સન્માન કરાયા અને અન્ય મહેમાનાે ના પણ અગ્રણીઓના વરદ હસ્તે હાર અને શાલ ઓઢાડી સન્માન કરાયા. ધારાસભ્યો ગોવિંદ પટેલ, ભરતભાઇ બોધરા, જશુબેન કોરાટ, ડી.કે.સખીયા, ચેતનાબેન રાદડીયા, વેરજીભાઇ વેકરીયા, રમેશ તલાળા, સોજીતા, મનસુખભાઇ, પરસોતમભાઇ ગજેરા, રસીકભાઇ ગોંડલીયા, દામડીયા, તેમજ ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદરા સહીત આમંણત્રીત મહેમાનો વચ્ચે ભવ્યો કાર્યક્રમ યોજાયો
જેમાં કોમર્સ કોલેજની બાળાઓએ ભવ્ય રાસ રજુ કરેલ અને હાજર રહેલ વાલીઓ અને વિઘાર્થીઓ અને અગ્રણી એ ઐતિહાસીક રાસને તાળીઓ પાડી વધાયેલ આ તકે બીલ્ડરવાળી વિપુલભાઇ ઠેસીયાનું કેબીનેટ મંત્રી દ્વારા ભવ્ય સન્માનીત કરેલ.
આ તકે ધોરાીજીના યુવા અગ્રણી ભરત જી. પટેલને પણ આવકારેલ હતા.
આ તકે સુરતના હજારો દિકરીઓને લગ્નના તાતણે બંધાવતા સેવાભાવી મહેશભાઇ સવાણીએ પોતાનું પ્રવચનમાં દિકરી વિશે માર્ગદર્શન આપેલ અને દીકરીઓ આગળ લાવવા આહવાન કરેલ છે.