બિલખા ખાતે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ઉ5સ્થિતિમાંગોપાલનંદજી બાપુની પ્રતિમાની અનાવરણ વિધી કરવામાં આવી હતી. આ પ્રસઁગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ પણ વિશેષ ઉ5સ્થિત રહ્યા હતા. બિલખા રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધીના નવનિમિર્ત માર્ગનું ‘પૂજય ગોપાલનંદજી બાપુ માર્ગ’ નામકરણ પણ આ તકે કરવામાં આવ્યું હતું.
પૂજય મુકતાનંદજી બાપુના દાદા ગુરુ બ્રહ્મલીન ગોપાલનંદજી બાપુએ બિલખા રાવતેશ્ર્વર ધર્માલય ખાતે રહીને સમાજની ખુબ જ સંભાળ સેવા કરેલ છે. હરેક પરિસ્થિતિઓમાં બાપુએ બિલખા ગ્રામજનોને હુફ આપતા રહેલ જે ગામ બાપુનું કાયમી રૂણી રહેશે અને તેજ પરંપરા ચાલુ હાલ મુકતાનંદજી બાપુ નિભાવી રહેલછે. હાલ અગીયાર દિવસનું ગાયત્રી યજ્ઞ ચાલુ હતો. આની પહેલા જુનાગઢ બિલનાથ મહાદેવ મંદીરે પણ 11 દિવસ ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ આથી સમાજને લગતી અનેક સેવાઓ બાપુ દ્વારા કરવામાં આવી રહી છે.
કોરોનાના કપરા કાર્યમાં ગરીબ લોકોને અનાજની કિટો મોકલવામાં આવેલ બીલખા, વિસાવદર તાલુકાના ગામડાઓમાં દર મહિને નિરાધાર લોકોના ઘરે ઘરે જઇને કીટો પહોચાડવામાં આવે છે. વર્ષાની આ કાર્ય ચાલુ છે બીજુ ખાસ કે જુનાગઢ બિલનાથ રાવતેશ્ર્વર ધર્માલય બિલખા પંચ અગ્નિ અખાડો જુનાગઢ ગુજરાત ઝાલાવડ આશ્રમ હરીદ્વાર અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે. કાયમી ધોરણે ત્થા નિસહાય ગરીબ લોકો ભોજન ગ્રહણ કરે અને અશકત તેવી કોઇ વ્યકિત હોય તો તેમના માટે ટીફીન લઇ જવાની સુવિધા નિ:શુલ્ક કરવામાં આવેલ છે. અનાવરણ વિધી પૂર્ણ કરી સંતો તેમજ મહાનુભાવો રાવતેશ્ર્વર ધર્માલય ખાતે ચાલતા યજ્ઞમાં હાજરી આપી હતી. ત્યારબાદ ત્યાંથી ચાંપસા ખાતે શ્રી મુકતાનંદજીબાપુ પ્રેરીત જય અંબે હોસ્પિટલની વ્યવસ્થા અને કાર્યો જાય છે. વ્યવસ્થાપકોને બિરદાવવામાં આવ્યા હતા.