ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાય)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, એકવાર સેલ્યુલર મોબાઈલ નંબર બિન-ઉપયોગ માટે નિષ્ક્રિય થઈ જાય છે અથવા વપરાશકર્તાની વિનંતી પર ડિસ્કનેક્ટ થઈ જાય છે તો 90 દિવસ બાદ તે નંબરની ફાળવણી અન્યને કરી દેવામાં આવે છે. આ મામલે સુપ્રીમ કોર્ટએ પણ સ્પષ્ટ કર્યું છે કે, આવું કરતા ટેલિકોમ કંપનીને રોકી શકાય નહીં.
એકવાર નંબર નિષ્ક્રિય થયાના 90 દિવસ બાદ ટેલિકોમ કંપની અન્ય ગ્રાહકને નંબર ફાળવી શકે : સુપ્રીમ
કોર્ટે એમ પણ કહ્યું હતું કે વપરાશકર્તા વોટ્સએપ એકાઉન્ટને અગાઉના ફોન નંબર સાથે લિંક કરીને અને સ્થાનિક ઉપકરણ મેમરી/ક્લાઉડ/ડ્રાઇવ પર સંગ્રહિત વોટ્સઅપ ડેટાને કાઢી નાખીને વોટ્સઅપ ડેટાનો દુરુપયોગ અટકાવી શકે છે.
વોટ્સએપે કોર્ટને કહ્યું કે રિસાયકલ ફોન નંબરના કિસ્સામાં વોટ્સએપ એકાઉન્ટને નિષ્ક્રિય કરવા પર નજર રાખે છે. જ્યારે કોઈ એકાઉન્ટ 45 દિવસ માટે ડિસ્કનેક્ટ થાય છે અને પછી એકાઉન્ટ અન્ય મોબાઇલ ઉપકરણ પર સક્રિય થાય છે, ત્યારે જૂનો એકાઉન્ટ ડેટા કાઢી નાખવામાં આવે છે. આ અવલોકનો રેકોર્ડ કરીને કોર્ટે 2021 માં દાખલ કરેલી રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો. આ પિટિશનમાં મોબાઈલ નંબર ડિસકનેક્ટ થયા બાદ તેના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.