પ્રથમ વિચાર પછી આચાર અને એની પૂરી તૈયારી સાથે જ મેદાનમાં આવવુ સારુ નહી ન આવવુ.આ વચન પ્રમાણે શિક્ષીત અને દિક્ષીત થયેલા બાબાસાહેબ માટે હવે મેદાને પડવાનો સમય આવી ગયો હતો.ઉષાકાળનો પ્રારંભ થતા ગરિબી , આર્થિક લાચારિ , અશ્પૃસ્યતા સામે અવાજ બુલંદ કરી અંધકારના ઓળા દુર ભગાડવાનો સમય હવે થયો હતો.આ કાર્ય માટે એમને તક , સાધન અને સમય મળી રહે એ માટે એમણે વકીલાતનો વ્યવસાય પસંદ કર્યો.સનદ મેળવવા માટે જરુરિ પૈસા ન હતા ત્યારે શ્રી નવલ ભાથે એ જરુરિ નાણા આપી આ મુશ્કેલી દુર કરિ.જુન,1923 મા બેરિસ્ટર તરિકે પ્રેકટીસની શરુઆત કરિ.

અહી પણ અસ્પૃશ્યતાનું કલંક , સમાજમા હલકુ સ્થાન, વકીલ તરિકે અનુભવનો અભાવ , અદાલતોના અસહકારિ વલણે અહી પણ માર્ગ થોડો મુશ્કેલ બનાવ્યો.પરંતુ બાળપણ થી જ દ્રઢ મનોબળ વાળા મહેનતિ બાબાસાહેબ નિરાશ ન થયા એમને ખબર હતિ કે કઠોર પરિશ્રમ થી જ શ્રેષ્ઠ કામગિરી સિદ્ધ થાય છે.મુંબઇની વડી અદાલતની એપેલેટ સાઇટ પર પ્રેકટીસ શરુ કરિ.

અહી પોતાની હોશિયારી કરતા વગ વધારે ઉપયોગી હોય છે.ત્યારે એવી છાપ હતી કે અંગ્રેજ ન્યાયમુર્તિઓ સમક્ષ યુરોપીયન બેરિસ્ટરો કેસની વધારે અસરકારક અને ધારદાર રજુઆત કરતા અને એથી ઉપર દલીલો કરતા ચામડીનો રંગ વધારે મહત્વપુર્ણ બની જતો.એમા પણ બાબાસાહેબ તો અસ્પશ્ય જાતિ માંથી આવતા હોય સોલીસિટરો બાબાસાહેબ સાથે વ્યાવસાયિક કામગીરી કરવાની તસ્દી લેતા ન્હોતા.

આમ જયાં સુધી બાબાસાહેબને આગળની પાટલી પર કામ કરવાનો મોકો ના મલ્યો ત્યાં સુધી જે કામ મલ્યુ એમાં જ સંતોષ માનવો પડયો.આ સમયગાળા દરમ્યાન બાહ્ય અને આંતરીક પરિબળો દલીત વર્ગોના માનસીક અને નૈતિક દ્રષ્ટીબિંદુમા નોંધપાત્ર ફેરફારો લાવ્યા.શિક્ષણનો પ્રચાર-પ્રસાર , સંદેશા વ્યવહારનો વિકાસ અને પ્રવાસની પદધતિમા આવેલા બદલાવો અને રાષ્ટ્રીયતાની ભાવનાની અનુકુળ અસરો ધીમે ધીમે પડવા લાગી.

પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી આબાદ થયેલા મિલ ઉદ્યોગથી મજુરોની અવસ્થા ધીમે ધીમે સુધરી રહી હતી.બીજા કામદાર વર્ગોની સાથે દલીત કામગારોની પણ સ્થિતી કેટલાક અંશે સુધરિ હતી.જેમા સમાજસુધારણાની ચાલતિ પ્રવૃતિઓએ પણ ઇંજન નુ કામ કર્યુ.પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી લોકશાહીના આદર્શો નો પણ પ્રવાહ શરુ થયો.જેણે વિશ્ર્વભરમા સમાજ સુધારણા આંદોલનને વેગ આપ્યો.જેણે હિન્દુસ્તાનના દલીતોના મનમા એક અજંપાનું વાતાવરણ પેદા કર્યુ.જેમા વૈચારીક દ્રષ્ટીએ તેમના પોતાના મતનો આગ્રહ વધવા લાગ્યો.

ગુલામીમા રહેવા ટેવાયેલો વર્ગ પુન: પોતાનિ સભાનતા પ્રાપ્ત કરવાના પ્રયાસો કરે છે અને વૈચારિક શક્તિમા પ્રાણ પુરે ત્યારે આવુ બનતુ હોય છે.આ સમયે નવેસરથી રચાયેલી મુંબઇની વિધાન પરિષદમા નિચલા વર્ગના પ્રતિનિધીઓ દલીતોના કલ્યાણમા રસ લેતા થાય છે.જેના કારણે ડી.ડી ઘોલપની અસ્પૃશ્યોના પ્રતિનિધી તરિકે પ્રથમ નિયુક્તિ થાય છે.જેણે પ્રાથમીક શિક્ષણ ફરજીયાત બનાવતો ભલામણ પ્રસ્તાવ સરકારને રજુ કર્યો.જેથી દલીત વર્ગો તેનો લાભ લઇ શકે.ત્યારબાદ ગામડામાં મહારોને મળતુ અપુરતુ પાણી ,દલીતો વર્ગોની ક્ધયાઓ માટે પ્રાથમીક શાળાની જોગવાઇ બાબતે વિધાનપરિષદમા પ્રશ્ર્નોની જડી વરસાવી દીધી.અને દલીત બાળકોના છાત્રાલય સ્થાપવા સરકાર વિચારે છે કે કેમ ? એ વિષે પ્રશ્ર્નો પુછયા.થાણે જીલ્લામા જાહેર વાહન વ્યવહારમા દલીત વર્ગોના લોકોને બેસવા દેવામા આવતા નથી આ વિષયક પ્રશ્ર્નો રજુ કર્યા.

પરંતુ સૌથી મહત્વનો પ્રસ્તાવ રજુ કર્યો એસ.કે.બોલેએ જેમને આર્યસમાજીઓ સાથે પ્રિતી ભોજ લેવા બદલ નાત બહાર મુકવામાં આવેલા જેનો એણે નિડરતાપૂર્વક સામનો કર્યો એવા બોલે શાણા , ધીર અને વિલક્ષણ સામાજીક કાર્યકર હતા.એમનો પ્રસ્તાવ 4 ઓગસ્ટ , 1923 ના રોજ મંજુર થયો.તેમણે આ સમયે વ્યગ્રતા પુર્ણ ભાષણમા જણાવ્યુ કે અસ્પૃશ્યતા આપણી પવિત્ર માતૃભૂમિ પર લાગેલુ મોટુ કલંક છે.દક્ષીણ આફ્રીકામા રહેતા આપણા દલીત બાંધવો પર અછુત વર્તન કરવામાં આવે છે.એનો તો આપણે વિરોધ કરીએ છીએ પણ આજ ઘટના આપણા દેશમા બની રહી છે એનું શું ?

અસ્પૃશ્યો પ્રત્યેનો સમાનતાનો ભાવ દેશ અને આપણુ કલ્યાણ કરશે.એમણે વિધાનપરિષદમા ચેતવણી ઉચ્ચારી હતી કે અસ્પૃશ્યોને એમની ઉન્નતિની તક નહી આપવામાં આવે તો એ લોકો કયારેક સત્યાગ્રહ કરશે.આ પ્રસ્તાવ દ્રારા દેશમા સામાજીક સમાનતાના એક મોટા ફેરફારને વેગ આપીને મહત્વપુર્ણ કાર્ય કર્યુ.આને કારણે સવર્ણ હિન્દુઓમા તેમના ધર્મબંધુઓ પ્રત્યે વલણમા યુગપ્રવર્તક ફેરફાર થયો.સામ પક્ષે સરકારે પણ પગલા લીધા.શ્રી બોલેના પ્રસ્તાવ મુજબ :વિધાનપરિષદ ભલામણ કરે છે કે અસ્પૃશ્યવર્ગોને જાહેરભંડોળ માંથી બાંધવામા આવેલા અથવા સરકાર દ્રારા નિયુકત કે કાયદા દ્રારા રચાયેલી સંસ્થા દ્રારા જેનુ સંચાલન થતુ હોય એવા બધા તળાવો , કુવાઓ , ધર્મશાળાઓ તેમજ સાર્વજનિક શાળાઓ , અદાલતો , કચેરીઓ , દવાખાનાઓનો ઉપયોગ કરવા દેવામાં આવે.મુબઇના અસ્પૃશ્ય કાર્યકરોએ શ્રી બોલેનો કૃતજ્ઞતા પૂર્વક જાહેર સત્કાર કરિને એમને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.ઉપર્યુકત પ્રસ્તાવનો અમલ કરવા માટે સરકારે બધા જીલ્લા કલેકટરો , કમીશ્નરો , મંડળો , ટ્રસ્ટના અધ્યક્ષોને પરિપત્ર પાઠવી પ્રસ્તાવના અમલ માટે આદેશ આપ્યો.

1923 ની આખરમા દલીત વર્ગના પ્રશ્ર્નો અંગે બીજી એક મહત્વની જાહેરાત કરવામાં આવી.કાકીનાડા ખાતે કોંગ્રેસના અધીવેશનમાં પ્રમુખપદેથી મહંમદઅલીએ આ જાહેરાત કરી હતી.મહંમદઅલી ગાંધીજીના જમણા હાથ હતા , પરમમિત્ર હતા.ગાંધીજીની સાથે તેમના નામનો જયજયકાર થવા લાગતા જ ભારતના મુસ્લીમોએ ખિલાફત આંદોલન માટે ગાંધીજીએ આપેલા ટેકાથી ફુલાઇ જઇને અસ્પૃશ્યોને મુસ્લીમ અને હિન્દુઓમાં સરખે ભાગે વહેંચી નાંખવાનુ સુચન બિનસાંપ્રદાયિકતાનો દાવો કરતી કોંગ્રેસના અધીવેશનમાં બેબાક પણે કર્યુ.આ ઇચ્છા બીજા એક મુસ્લીમ નેતા યાકુબ હુસેને મદ્રાસ ખાતે ગાંધીજીના સત્કાર સમારંભમા ખુલ્લેઆમ વ્યકત કરી અને કહ્યુ અસ્પૃશ્યોને મુસ્લમાન કરિ દેવા એ આપણી પવિત્ર ફરજ છે.આ મહત્વકાંક્ષા ગાંધીજીની હાજરીમાં તેમના સહકાર્યકરે વ્યકત કરી ત્યારે દુર્ભાગ્યવશ ગાંધીજીના મુખમંડળ પર નાપસંદગીનો ભાવ પણ દેખાયો નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.