સાત કલાક લાંબી ચાલેલી બેઠકમાં મનોમંથન: સોનીયાને અધ્યક્ષપદે ચાલુ રાખવા નિર્ણય
કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈ બે ડઝન જેટલા વરિષ્ઠ નેતાઓએ વચગાળાના અધ્યક્ષ સોનીયા ગાંધીને લખેલા પત્ર બાદ ગઈકાલે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠકમાં સાત કલાક મનોમંથનના અંતે સોનીયા ગાંધીને નવા પ્રમુખની ચૂંટણી યોજાય ત્યાં સુધી પ્રમુખ પદે ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો.
ગઈકાલે વર્ચ્યુઅલ મળેલી કોંગ્રેસ કારોબારીની બેઠકમાં અધ્યક્ષ પદે છોડવાની વાત કરી હતી ત્યારબાદ પક્ષ પદે છોડવાની વાત કરી હતી. ત્યારબાદ પક્ષની બેઠક સાત કલાક સુધી ચાલી હતી અને તેમાં નેતાઓએ મનોમંથન કર્યું હતુ.
ગઈકાલે વર્ચ્યુંઅલ યોજાયેલી આ બેઠકમાં ટોચના નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. બેઠકમાં ચર્ચાને અંતે કોંગ્રેસનું અધ્યક્ષપદે સોનીયા ગાંધીને હાલ છ માસ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો હતો. દેશના સૌથી જૂના એટલે કે ૧૩૫ વર્ષ જૂના કોંગ્રેસ પક્ષ અત્યારે એવી સ્થિતિએ છેકે જેમાં બળવો અને વિચારાવાની હાલત થઈ ગઈ છે. તા.૨૪ના રોજ મળેલી બેઠકમાં જે જોવા મળ્યું તે અગાઉના વર્ષોમાં કયારેય જોવા મળ્યું નથી.
કેટલાક ટોચના નેતાઓએ કોંગ્રેસ પક્ષમાં મોટો બદલાવ કરવાની માંગણી કરતી એક ચીઠ્ઠી જાહેર થતા ટોના નેતાઓમાં અંદરો અંદર આમને સામને આવી ગયા છે. કેટલાક નેતાઓએ કડક શબ્દોમાં પોતાના વિચારો રજૂ કરી પક્ષના નેતાઓમાં પરિવર્તનની માંગ કરી છે. આ મુદે ભારે ગરમાગરમી બાદ પક્ષના અધ્યક્ષ પદે હાલ સોનીયા ગાંધીને જ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો.
કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકની શરૂઆતમાં સોનીયા ગાંધીએ પક્ષની અંગત બાબતો, વાતો જાહેરમાં ચિઠ્ઠી દ્વારા વ્યકત થઈ તે અંગે નારાજગી વ્યકત કરી હતી.
સોનીયા ગાંધીને ૯ ઓગષ્ટનાં રોજ ચિઠ્ઠી મળ્યા હતી પણ બેઠકના એક દિવસ અગાઉ જ આ ચિઠ્ઠી મીડીયામાં જાહેર થઈ હતી.
આ બેઠકમાં સોનીયાએ જણાવ્યું હતુ કે આ ચિઠ્ઠીથી મને બહુ દુ:ખ લાગ્યું છે. હવે જે થઈ ગયું તે થઈ ગયું હવે આજ પછી કયારેય આવી ગેરશિસ્ત ચલાવી નહી લવાય તેવી પણ આ તકે ચીમકી ઉચ્ચારી હતી.
આ બેઠકમાં અન્ય નેતાઓએ પણ આક્રમક રીતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે સંગઠન મહાસચિવ સાથે સાથે પ્રમુખે પણ બે જવાબદારો સામે પગલા લેવા જરૂરી છે. આ તકે સોનીયાના નજીકનાં ગણાતા રાજયસભાના સાંસદ અંબિકા સોનીએ આ વાતને આગળ વધારી જણાવ્યું કે જિલ્લા કે બ્લોક કક્ષાએ કોઈ પણ વ્યકિત, કાર્યકર ગેરશિસ્ત આચરે કે નિયમો ન પાળે તો તેની સામે પગલા લવે જ જોઈએ જે તે મુદે મુળ સુધી જવું જોઈએ અને ગેરશિસ્ત માટે જે નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
ગુસ્સામાં કોણ લખે છે ચિઠ્ઠી?: અહેમદ પટેલ
સૂત્રોના જણાવ્યા મુજબ અહેમદ પટેલે એક એક કરીને નેતાઓની સાચી ખોટી વાતો કરી હતી એક સમયે સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલને જણાવ્યું કે હું એવડો મોટો છુ કે મારે ૧૦ જનપથ સીધી વાતચીત થતી હોય તો આવી ચિઠ્ઠીનો આશરો શા માટે લઉ ?
અહેમદ પટેલે જણાવ્યું કે મને ખાત્રી આપવામા આવી હતી કે ચિઠ્ઠી પર સહી નહી કરવામાં આવે આમ છતા ચિઠ્ઠી લખીને મોકલવામાં આવી ત્રણ વર્ષ હું સાવ બેસી જ રહ્યો એનો મને પણ ગુસ્સો આવે છે. પણ ગુસ્સામાં ચિઠ્ઠી કોણ લખે છે ?