છત્તીસગઢના અંબિકાપુરમાં રેલી દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તડાપીટ બોલાવતા શાહ
વર્ષાતે છત્તીસગઢમાં વિધાનસભા યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વ એક રેલીને સંબોધતથા ભાજપનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે જયાં સુધી ભાજપ કેન્દ્રમાં સત્તા સ્થાને છે. ત્યાં સુધી એસ.સી – એસ.ટી. એકટ અમલમાં રહેવાની સાથે – સાથે નોકરીઓમાં અનામત ચાલુ રાખવામાં આવશે તેમ સ્પષ્ટ કર્યુ હતું.
એસ.સી – એસ.ટી. કાયદાને લઇ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાર દેશભરમાં અનુસુચિત જાતિ જન જાતિ દ્વારા ફેસલાના વિરોધમાં ધરણા પ્રદર્શનો યોજયા હતા. જેમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અઘ્યક્ષે ભારતીય જનતા પક્ષનો ઇરાદો સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જયાં સુધી ભાજપ સત્તા પર છે ત્યાં સુધી સરકાર અનુસુચિત જાતિ – જન જાતિ અત્યાચાર નિવારણ માટે એસ.સી. એસ.ટી. એકટની અમલવારી થશે જ તેવું સ્પષ્ટ કરી કહ્યું હતું કે નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ જ રહેશે.
વધુમાં અમિત શાહે ઉમેર્યુ હતું કે ચુંટણીની મોસમ શરુ થવામાં છે ત્યારે પપ વર્ષ સુધી દેશને કોરી ખાનાર કોંગ્રેસ નરેન્દ્રભાઇ મોદી સરકાર ઉપર આક્ષેપોનો મારો ચલાવી મતદારોને ગુમરાહ કરવા પ્રયાસ કરશે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે કોંગ્રેસ મોદી સરકારના ચાર વર્ષનો હિસાબ માંગી રહી છે ત્યારે અમારો સવાલ છે કે કોંગ્રેસના પપ વર્ષના શાસનમાં વિકાસ કેમ ન થયો ? આજે દેશની ભારત નેતૃત્વ વાળી મોદી સરકાર ગરીબ- પછાત વર્ગના કલ્યાણ માટે દર પંદર દિવસે નવી યોજના અમલમાં આવી રહી છે. ત્યારે અમે કોંગ્રેસને નહી પણ સમય આવ્યે જનતાને પાઇ-પાઇનો હિસાબ આપી અમારી સરકારની કામગીરીનું સરવૈયું આપશું.
ઉલ્લેખનીય છે કે ડીસેમ્બરમાં છત્તીસગઢમાં સામાન્ય વિધાનસભા ચુંટણી યોજાનાર છે ત્યારે ભાજપે અત્યારથી જ છત્તીસગઢનો ગઢ કબજે કરવા તૈયારીઓ શરુ કરી છે. અને ભાજપ અઘ્યક્ષ સાથે છત્તીસગઢમાં ૬૫ બેઠકો પર ઝળહળતો વિજય મેળવાનો હુંકાર પણ કર્યો હતો.
છત્તીસગઢ વિધાનસભા ચુંટણી પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ દ્વારા વિકાસ યાત્રા શરુ કરવામાં આવી છે જેમાં ગઇકાલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ દ્વારા પાંચ કીમી લાંબો વિશાળ રોડ શો કરવામાં આવ્યો હતો. અને રોડ શો બાદ છત્તીસગઢ વિધાનસભાની ૯૦ પૈકી ૩૫ બેઠકો જીતવા રણતીની ઘડી કાઢવા ભાજપ ગ્રુપની બેઠક પણ યોજાઇ હતી.