‘અબ કી બાર 400 કે પાર’નો નારો ભાજપને જ ભારે પડ્યો: વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહેલા ભારતમાં મજબૂત સરકારના નિર્માણને અટકાવવા માટે અનેક દેશોએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની શંકા
10 વર્ષ બાદ ભારતવાસીઓએ ફરી એક વખત અસ્થિર જનાદેશ આપ્યો છે. જે દેશ માટે સૌથી મોટો પડકાર બનીને આગામી પાંચ વર્ષ સુધી ઉભો રહેશે. પાંચ વર્ષ સુધી કેન્દ્રમાં સ્થિર સરકાર રહેશે કે કેમ? તેના પર પણ વિશ્ર્વ આખાની મીટ મંડાયેલી રહેશે. વિશ્ર્વગુરૂ બનવા તરફ પૂરપાટ ઝડપે આગળ વધી રહેલા ભારત દેશ માટે હવે અસ્થિર જનાદેશ જ મોટો પડકાર બનીને ઉભો રહી ગયો છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ સમગ્ર દેશમાં ભાજપ તરફી વાતાવરણ હતું. જેના કારણે અતિ આત્મવિશ્ર્વાસમાં આવી ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘અબ કી બાર 400 કે પાર’નો નારો આપ્યો હતો. આ નારો હવે ભાજપને જ ભારે પડ્યો છે. ચૂંટણી સભા દરમિયાન મોદી છાશવારે એવું કહેતા હતા કે તેઓની ત્રીજી ટર્મ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને ખૂબ જ આકરા નિર્ણય લેવામાં આવશે. આનો વિપક્ષે અલગ અર્થ કાઢી જનતા સમક્ષ રજૂ કર્યો અને તેઓ સંદેશો વહેતો કર્યો કે જો ભાજપને 400થી વધુ બેઠકો મળશે તો અનામતને કાઢી નાંખશે અને બંધારણમાં મોટા પાયે ફેરફાર કરી નાંખશે. 10 વર્ષ બાદ ભાજપને કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી ન મળવા પાછળનું પણ એક મોટું કારણ એ છે કે જનતાને સિધી અસર કરે તેવા નિર્ણય લેવાના બદલે ભાજપે પોતાની જીદને જ કેન્દ્રમાં રાખીને નિર્ણયો લીધા હતા. જેના કારણે હવે ભાજપ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સાથી પક્ષો પર નિર્ભર બની ગયું છે.
જે રીતે મજબૂત અર્થવ્યવસ્થા અને આતંકવાદના સફાયા સાથે કેન્દ્રની મોદી સરકારે 10 વર્ષ સુધી કામ કર્યું. તેનાથી વિશ્ર્વના અનેક દેશોના પેટમાં પાણી રેડાયા હતા. ભારતની મજબૂત બનતી અર્થવ્યવસ્થાને રોકવા માટે અન્ય દેશો માટે માત્ર એક જ હથિયાર બચ્યું હતું. જેમાં જો નરેન્દ્ર મોદીના હાથ નબળા પાડવામાં આવે તો જ ભારતને નાથી શકાય. લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેન્દ્રમાં એકલા હાથે સરકાર રચી શકાય તેટલી બેઠકો ન મળે તો જ મોદી થોડા નરમ રહે. આ માટે અન્ય દેશોએ ભારતની ચૂંટણીમાં ભાજપ વિરોધી રાજકીય પક્ષોને ફંડ પણ આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ જે રીતે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી પ્રચાર અને સભામાં એવા નિવેદન આપતા હતા કે ત્રીજી ટર્મમાં આકરા નિર્ણયો લેવામાં આવશે. તેનાથી દેશની જનતામાં પણ થોડો ડર પેશી ગયો હતો. ભાજપ પ્રેરિત એનડીએને ચોક્કસ બહુમતી આપી છે. પરંતુ સાથોસાથ ભાજપના બાવડા થોડા નબળા પાડી દીધા છે. પાંચ વર્ષ સુધી શાસન કરવા માટે ભાજપે સતત સાથી પક્ષોને સાથે રાખવા પડશે. જો મન પડે તેવા નિર્ણય લેશે અને સાથી પક્ષો ટેકો પાછો ખેંચી લેશે તો પાંચ વર્ષ સુધી સરકાર ટકશે કે કેમ? તેના પર પણ વિશ્ર્વની મીડ મંડાયેલી છે. અસ્થિર જનાદેશ ખરેખર ભારત જેવા વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા રાષ્ટ્ર માટે પડકારરૂપ છે. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સ્થિર સરકાર હોવાના કારણે ભારતે વિશ્ર્વમાં અનેક મહત્વપૂર્ણ સિમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. પરંતુ હવે સ્થિતિ કંઇક અલગ જ આવીને ઉભી છે.
ગઠબંધનની ગાંઠ ન છૂટે તે માટે મોદીએ મોરચો સંભાળ્યો ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર સાથે ટેલીફોનિક વાતચિત કરી
કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપે હવે સાથી પક્ષો પર સંપૂર્ણપણે આધાર રાખવો પડે તેમ છે. હરિફ એવા ઇન્ડિયા ગઠબંધને જોરદાર ટક્કર આપી છે. જો ટીડીપી અને જેડીયુ હટી જાય તો કેન્દ્રમાં સરકાર બનાવવી ભાજપ માટે મુશ્કેલ બની શકે છે. આવા તરલતાયુક્ત વાતાવરણનું નિર્માણ થતા ગઠબંધનની ગાંઠ કોઇપણ કાળે છૂટે નહિં તે માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરચો સંભાળી લીધો છે. ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુના નિતીશ કુમાર સાથે ટેલિફોનિક વાતચિત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંને નેતાઓએ એનડીએનો સાથ કોઇ કાળે નહિં છોડવાનો અભય વચન આપી દીધું છે.
જો કે, રાજકારણમાં ક્યારેય કોઇ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતું નથી. બધા નેતાઓ પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખી નિર્ણયો લેતા હોય છે. તમામ 542 બેઠકોની મત ગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ આવ્યા પછી તમામ સમિકરણોને ધ્યાનમાં રાખી નિર્ણયો લેવામાં આવશે.
પાર્ટી
ગઉઅ
ભાજપ
જેડીયુ
શિવસેના (શિંદે)
અન્ય
ઈંગઉઈંઅ
કોંગ્રેસ
ડીએમકે
શિવસેના (ઠાકરે)
સપા
રાજદ
અન્ય
તૃણમુલ કોંગ્રેસ
અન્ય
આગળ
293
239
14
5
19
212
100
21
11
37
3
34
30
6
NDAને સત્તા, ‘ઇન્ડિયા’ મજબૂત
એનડીએ 295 બેઠકો ઉપર આગળ, વિપક્ષી ગઠબંધન 212 બેઠકો ઉપર જોરમાં : મોદીની સરકાર તો બનશે પણ મજબૂતાઈ પહેલા જેવી નહિ રહે, જનાદેશે વિપક્ષને સબળ બનાવ્યો
કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન, 48 બેઠકો વધુ મેળવે તેવો અંદાજ, હાલ 100 બેઠકો ઉપર લીડમાં: ભાજપ ગત ચૂંટણી કરતા 64 બેઠકો ગુમાવવાની તૈયારીમાં
દેશની લોકશાહીને મજબૂત કરવા માટે સબળ વિપક્ષની તાતી જરૂરિયાત હોય છે. આ વાત પ્રજા બરાબર સમજી ગઈ હોય, આપણી લોકશાહી પરિપકવ બની ગઈ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. કારણકે આ વખતે પ્રજાએ વિપક્ષ પોતાનો અવાજ મજબૂત કરી શકે તે પ્રકારે જનાદેશ આપ્યો હોવાનું ઇવીએમ કહી રહ્યા છે. તો બીજી તરફ મોદીના સડસડાટ દોડતા રથને પ્રજાનું સ્પીડબ્રેકર લાગી ગયું છે. વિજયરથની સ્પીડને ધીમી કરી દીધી છે. જેથી ભાજપનું 400 + બેઠકનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ જોરદાર ટક્કર આપી છે.હવે એનડીએને 300થી નિચે બેઠકો મળે તેવું જણાઈ રહ્યું છે.
લોકસભા ચૂંટણીનો ટ્રેન્ડ સતત સામે આવી રહ્યો છે. જ્યારે એનડીએ ગઠબંધન અત્યાર સુધી બહુમતીનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું છે, ત્યારે ભારતનું ગઠબંધન પણ અણધારી રીતે વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટ્રેન્ડમાં સીટોની સંખ્યા વિશે વાત કરીએ તો એનડીએ 293 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 212 સીટો ઉપર પહોંચી ગયું છે. જેમાં વિસ્તૃત વિગતો જોઈએ તો એનડીએ સાથે સંકળાયેલ ભાજપ 239 બેઠકો ઉપર આગળ છે. જેને આ વખતે 64 બેઠકોનો લોસ સહન કરવો પડે તેવી શકયતા છે. ટીડીપી 16 બેઠકો, જેડીયુ 14 બેઠકો, શિવસેના ( શિંદે) 5 બેઠકો, અન્ય 19 બેઠકો ઉપર આગળ છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા કોંગ્રેસ 100 બેઠકો ઉપર આગળ છે. જે ગત ચૂંટણી કરતા 48 બેઠકો વધુ મેળવે તેવી શકયતા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટી 37 બેઠકો, ડીએમકે 21 બેઠકો, શિવસેના ( ઠાકરે) 11 બેઠકો, રાજદ 3 બેઠકો અને અન્ય 34 બેઠકો ઉપર આગળ છે. આ ઉપરાંત ગઠબંધનમાં સામેલ નથી તેવી પાર્ટી ટીએમસી 30 અને અન્ય 6 બેઠકો ઉપર આગળ છે.
હકીકતમાં, દેશભરની પોલિંગ એજન્સીઓએ એક્ઝિટ પોલમાં ભાજપને જબરજસ્ત બહુમતી આપી હતી. લગભગ તમામ એક્ઝિટ પોલમાં એનડીએને 350 થી 400 બેઠકો મળવાનો અંદાજ હતો. જો કે, આ આંકડા હજુ પણ વલણોમાં ઘણા દૂર છે. જો કે, આ પ્રારંભિક વલણો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરે છે પણ જે રીતે જીત માનવામાં આવતી હતી એટલી ભવ્ય જીત મળવાની નથી. હાલ ભાજપને જીત મળી છે તો વિપક્ષને મજબૂતાઈ મળી છે.
ગત વખતે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો મોદી લહેરમાં એનડીએએ 353 બેઠકો જીતી હતી, જેમાંથી એકલા ભાજપે 303 બેઠકો જીતી હતી. જ્યારે વિપક્ષી યુપીએ ગઠબંધન માત્ર 93 બેઠકો પર ઘટી ગયું હતું, જેમાંથી કોંગ્રેસને 52 બેઠકો મળી હતી.
ઉલ્લેખનીય છે કે લોકશાહીના મહાન પર્વ 2024ની લોકસભા ચૂંટણીની 543 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. વલણોમાં, એનડીએ અને ભારત ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર છે. જો કે, એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરોબરી કરશે.
સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરોને સંબોધશે ભાજપના હેડ ક્વાર્ટર ખાતે કાર્યકરોનો આભાર માનશે
ભાજપની ધારણા મુજબ લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા નથી. જેના કારણે ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઇ સામાન્ય કાર્યકરોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આજે સાંજે 7 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યકર્તા જોગ સંબોધન કરશે. ચૂંટણીમાં ભાજપની જીત માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેનાર તમામ કાર્યકરોનો આભાર માનશે. ચૂંટણીના પરિણામોથી નાશીપાસ કે હતાશ વિના મોટું મન રાખી જનાદેશનો સ્વિકાર કરવા માટે બોધપાઠ આપશે. ભાજપ હમેંશા એક વાતમાં માને છે કે ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી. જીતે છે અથવા શીખે છે. આ વાતને વધુ એક વખત વડાપ્રધાન કાર્યકરો સમક્ષ મૂકશે. ભલે ધાર્યા ચૂંટણી પરિણામ આવ્યા નથી પરંતુ કેન્દ્રમાં એનડીએની સરકારને ત્રીજી વખત જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જેનો સંતોષ વ્યક્ત કરવામાં આવશે.
આવતીકાલે એનડીએની બેઠકમાં ‘રાજકીય સમીકરણો’ ગોઠવાશે
આજે લોકસભા ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ આવ્યા બાદ આવતીકાલે એનડીએની મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે. લોકસભા ચૂંટણીમાં એનડીએના ફાળે 299 જેટલી બેઠકો જઈ રહી છે જયારે ઇન્ડિયા ગઠબંધનને 231 બેઠકો મળી રહી હોય તેવા અંતિમ અહેવાલ વચ્ચે ભાજપ હવે એકલા હાથે સરકાર બનાવી શકવા સક્ષમ નથી ત્યારે હવે આવતીકાલે એનડીએના તમામ સાથી પક્ષો સાથે બેઠક યોજીને ’સહકાર’ માંગનારી છે. જયારે ભાજપ એકલા હાથે સરકાર બનાવવા સક્ષમ નથી ત્યારે આવતીકાલની આ બેઠકમાં તમામ રાજકીય સમીકરણો ગોઠવાશે તેવી પ્રબળ શક્યતા છે.
ટીડીપી-જેડીયુ “એનડીએ” ખસી જાય તો ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ
ભાજપને સરકાર બનાવતી રોકવા કોંગ્રેસના નેતાઓ જે.ડી.યુ. અને ટીડીપીને ઇન્ડીયા ગઠબંધનમાં જોડાવવા કરશે આહવાન 10 વર્ષના અંતરાલ બાદ આજે ફરી ભારત ત્રિશંકુ સરકારના કગાર પર આવીને ઉભો રહી ગયો છે સત્તાધારી પક્ષ ભાજપને પૂર્ણ બહુમત જેટલી બેઠકો પણ પ્રાપ્ત થવા પામી નથી.જેના કારણે હવે ભાજપે સંપૂર્ણપણે સાથી પક્ષો પર આધાર રાખવો પડશે. એનડીએના સાથી પક્ષ એવા જેડીયુ અને ટીડીપીને ભાજપ પછી સૌથી વધુ બેઠકો મળી છે.જો આ બંને પક્ષો એનડીએ ગઠબંધનમાંથી નીકળી જાય તો કેન્દ્રમાં સરકાર બનાવી ભાજપ માટે ખરેખર મોટો પડકાર બની જશે. બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત ઇન્ડિયા ગઠબંધનને 200થી વધુ બેઠકો મળતા હવે ઇન્ડિયા ગઠબંધને પણ કેન્દ્રમાં સરકાર બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રસીદ અલવીએ આજે ચૂંટણી પરિણામ બાદ એવું નિવેદન આપ્યું હતું કે તેઓ કેન્દ્રમાં ભાજપને સતત ત્રીજી વખત સરકાર બનાવતી અટકાવવા માટે જેડીયુ અને ટીડીપીના નેતાઓ સાથે વાતચીત કરી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા માટે અનુરોધ કરશે.બીજી તરફ એવા અહેવાલ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસની ટોચની નેતાગીરીએ ટીડીપીના સર્વેસર્વા ચંદ્રબાબુ નાયડુના પુત્ર સાથે પ્રથમ તબક્કાની વાતચીત કરી લીધી છે. જ્યારે જેડીયુના અધ્યક્ષ સાથે પણ કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.આવામાં જો જેડીયુ અને પીડીપી ઇન્ડિયા ગઠબંધનમાંથી ખસી જાય તો ભાજપે સરકાર બનાવવા માટે જે બહુમતી જોઈએ તેનાથી પાંચ બેઠકો ઓછી થઈ જાય બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠકો 260 આસપાસ પહોંચી જાય પછી અપક્ષ કે નાની પાર્ટીના સાંસદો જેના તરફ ઝૂકે તેની સરકાર બનશે. હાલ દેશમાં ત્રિશંકુ સરકાર બનશે તે લગભગ ફાઈનલ થઈ ગયું છે જો જે ડીપી અને ટીડીપી ભાજપ પ્રેરિત ગઠબંધનનો સાથ છોડી ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ જશે તો નવા જ સમીકરણ રચાવાની વારંવાર દેખાય રહી છે.ભાજપના તમામ નેતાઓ હાલ ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ આવે તેની રાહમાં છે એક પણ નેતાએ હજી મીડિયા સમક્ષ આવી પરિણામ અંગે કોઈ જ વાતચીત કરવાની સસ્તી લીધી નથી. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાં હાલ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોઈપણ કાળે ભાજપને સરકાર બનાવવા રોગથી રોકવા ઇન્ડિયા ગઠબંધને મન બનાવી લીધું છે બની શકે કે માત્ર 14 બેઠકો જીતનાર જેડીયુને વડાપ્રધાન પદની ઓફર પણ કરવામાં આવે જો આવું થશે તો તે સૌથી મોટો ઉલટશે માનવામાં આવશે.