મુંબઈમાં સતારા ઓફિસ માર્કેટની ૬૩ મીલીયન સ્કવેર ફૂટની ૮૦ લાખ કરોડની મિલકતનું નથી કોઈ લેવાલ
દેશના આર્થિક પાટનગર અને માયાવી નગરીનું બિરુદ ધરાવતા મુંબઈ વિશે કહેવત છે કે, મુંબઈ નગરીમાં સરળતાથી રોટલો મળે પણ ઓટલો મેળવવામાં ધોળા દિવસે તારા દેખાઈ જાય. ત્યારે મુંબઈ જેવી નગરીમાં પણ ૮૦ લાખ કરોડ રૂપિયાની કોમર્શિયલ મિલકત વણવેંચાયેલી પડી રહી છે. મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૮૦ લાખ કરોડ રૂપિયાની કોમર્શિયલ મિલકત વણવેંચાયેલી પડી રહી છે અને તેમાં કોઈ રોકાણ કરવાવાળું નથી. ઓફિસની જગ્યામાં રોકાણ કરનારા માટે વાર્ષિક નિયમીત આવક અને મુડી રોકાણ માટે મુંબઈમાં ઓફિસની જગ્યાની ખુબજ માંગ રહેલ છે. ત્યારે જેએલએલના સર્વે મુજબ મુંબઈમાં જ અતિ પોષ ગણાતા વિસ્તારમાં ૪૯ મીલીયન સ્કવેર ફૂટની ૮૮૭ મીલીયન એટલે કે ૮૦ લાખ કરોડ રૂપિયાની મિલકત વણ વેંચાયેલ પડી છે.
મુંબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની ભૂમિકા વેપાર અને વિકાસ બન્ને ક્ષેત્રમાં ખુબ જ મહત્વનું યોગદાન ગણાય છે. અતિ કિંમતી અને મુલ્યવાન મિલકત તરીકે એચએનઆઈ પોર્ટફોલીયોના ક્ષેત્રમાં કોમર્શિયલ મિલકતોની મોટાપાયે માંગ હોય છે તેમ છતાં મુંબઈમાં સતારા ઓફિસ વિસ્તારમાં અબજો રૂપિયાની મિલકતોનો કોઈ લેવાલ નથી. મુંબઈ મેટ્રો પોલીટન રિઝન એટલે કે, એમએમઆર વિસ્તારની શાખા બજારોમાં ભાડા માટે ૧૨ મીલીયન સ્કવેર ફીટ કે જે ખુબજ ઉંચુ વળતર આપવા સક્ષમ છે તે ૨૦૨૦માં વેંચાણ માટે મુકવામાં આવી છે અને તેનું બાંધકામ ચાલી રહ્યું છે. દેશના ઓફિસ ક્ષેત્રમાં છેલ્લા ચાર વર્ષમાં વાર્ષિક ધોરણે ૩૦ મીલીયન સ્કવેરનું વેચાણ-વ્યવહાર થાય છે અને ભાડાની આપ-લે થાય છે. અત્યારે કોરોના કટોકટી અને મહામારીના પગલે પાયાની મંદીના કારણે મુંબઈમાં મિલકતોનો કોઈ લેવાલ નથી. ડો.સમંતક દાસએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ૬૩ મીલીયન સ્કવેર ફૂટની ૮૦ લાખ કરોડની મિલકત લેવાલ વગર પડી છે. લેવાય ન હોય તેવી મિલકતોનો આંકડો ૮૦ લાખ કરોડ સુધી પહોંચ્યો તે મુંબઈ નગરીના રિયલ એસ્ટેટ માટે ખુબજ વિસંગત ચિત્ર પ્રદર્શીત કરતું ગણાય છે.