ઉનાળાની કાળઝાળ ગરમીને ચૈત્ર-વૈશાખના તડકાની ગરમીમાં નાના જીવજંતુઓ જમીનમાંથી બહાર નીકળીને ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે.
પેટાળમાં પણ ગરમીને કારણે તે બહાર વધુ આવતા હોવાથી તેને ખાદ્ય પદાર્થો મળી રહે છે. આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં ‘કિડીયારૂ’ પુરવાનું માતમ છે, પવિત્ર કાર્ય ગણાય છે. માછલીઓને લોટમાંથી બનાવેલ નાની ગોળી, ગાયને ઘાસ વિતરણ સાથે કિડી જેવા નાના જીવોને કિડીયારૂ પુરાય છે.
સેવાભાવી લોકો ઘઉંના જાડા લોટમાં તેલ, દેશી ગોળ અને ખાંડનું મિશ્રણ કરીને આ મહિનામાં કિડીયારૂ પૂરવાનું કાર્ય કરતા હોય છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્વનું યોગદાન આપનાર પશુ-પંખીઓ અને નાના જીવોને ખોરાક મળે તેવા સેવાકાર્યો શહેરમાં થઇ રહ્યા છે. પક્ષી માટે ચણ, પાણીની વ્યવસ્થા પણ પક્ષીપ્રેમીઓ કરી રહ્યા છે. પવર્તમાન ઋતુમાં ખાસ ચોમાસા પહેલા ઘણા લોકો આ સેવાયજ્ઞ વર્ષોથી ચલાવી રહ્યા છે.
બધા જ ધર્મોમાં કિડીયારૂ પૂરવાને મહત્વ અપાયેલ છે.