આ દિવસે સરસ્વતીમાં પૂજન કરવાથી થાય છે લાભપ્રાપ્ત
અબતક-રાજકોટ
શનીવારે વસંત પંચમી મહાશુદ પાંચમને શનીવાર તા.5/2/22ના દિવસે વસંત પંચમી છે. આ દિવસને વસંત પંચમી શ્રીપંચમી મદન પંચમી તરીકે ઓળખાય છે. આ વર્ષે વસંત પંચમીના દિવસે પણ લગ્નનું મુહૂર્ત છે આથી આ દિવસ વધારે મહત્વનો ગણાશે.
આપણા રાજકોટમાં આશરે 400 જેટલા લગ્ન વસંત પંચમીના દિવસે થશે. વસંત પંચમીના દિવસે કોઇપણ નવાશુભ કાર્યની શરૂઆત કરવી શુભ છે. ખાસ કરીને વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીની પુજાનું મહત્વ વધારે છે.
વસંત પંચમીના દિવસે ખાસ કરીને વિદ્યાર્થી લોકોએ સરસ્વતી માતાજીની પુજા કરવી જોઇએ. મા સરસ્વતીનુ પુજન કરવાથી વિદ્યાબળ વધે છે, યાદશક્તિ વધે છે. અભ્યાસમાં એકાગ્રતા આવે છે. શનીવારે વસંત પંચમીના દિવસે સવારે નિત્ય કર્મ કરી અને ત્યાર પછી એક બાજોઠ અથવા પાટલા ઉતર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરી મા સરસ્વતીની છબી રાખવી, માતાજીને ચાંદલો-ચોખા કરવા, દિવો અગરબતી કરવી ત્યારબાદ આ મંત્રની માળા કરવી ઓમ ઐં રીમ કલીં મહા સરસ્વતી દેવ્યૈ નમ: આ મંત્રની 1, 3 કે પાંચ જેટલી માળા થાય તેટલી કરવી ત્યારબાદ માતાજીને મીઠાય ધરાવી આરતી કરવી અને ક્ષમા યાચના માગવી, આમ પુજન કરવાથી વિદ્યાબળ વધે છે અને અભ્યાસમાં એકાગ્રતા આવે છે.
વસંત પંચમીના દિવસે વિષ્ણુભગવાન શ્રીકૃષ્ણ ભગવાન, રાધાજી સહિત પુજન કરવું પણ ઉત્તમ છે. મનોકામના સિધ્ધ કરનારૂં છે. તથા જે લોકોના લગ્ન ન થતા હોય તો આ દિવસે રાધા-કૃષ્ણનું પૂજન કરી અને શ્રીકૃષ્ણ શરમં મમનો એક માળા કરવી લગ્ન યોગ થશે. આ વર્ષે તા.21/2/22થી ગુરૂનો અસ્ત હોતા ત્યારબાદ લગ્નના મુહુર્ત નથી આથી ફેબ્રુઆરી મહિનામાં તા.5, 6, 7, 10, 16, 17ના જ લગ્નના મુહુર્તો છે. આમ ખાલી થોડા જ લગ્નના મુહુર્તો હોતા વસંત પંચમીના દિવસે આ વર્ષે ઘણા લગ્નો છે. ત્યારબાદ સિધા એપ્રિલ મહિનામાં તા.15/4/2022થી લગ્નના મુહુર્તની શરૂઆત થશે.લગ્નના મુહુર્તના કમુહુર્તાની યાદી ગુરૂનો અસ્ત તા.21/2/22 થી 22/3/22, કોળાષ્ટક 9/3/22 થી 18/3/22, મીનારક 14/9/22 થી 14/4/22 આ સમય દરમ્યાન લગ્નના મુહુર્ત હોતા નથી. – રાજદીપ શાસ્ત્રી