• અમરેલી ઉપરાંત બગસરા, કુંકાવાવ, વડિયા, ધારી અને લીલીયા, ભાડલા સહિતના અનેક વિસ્તારોમાં માવઠા

સૌરાષ્ટ્રમાં સતત શુક્રવારે સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. શુક્રવારે માત્ર અમરેલી જીલ્લાના અલગ અલગ ચાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

રાજયમાં ગત સોમવારથી છુટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેરી, બાજરો, મકાઇ, જુવાર, તલ, ધાણા, સહિત પાકને પારાવાર નુકશાની થવા પામી છે. ગઇકાલે સાંજે પણ ભાડલા, ભંડારીયા, રાજસમઢીયાળા, વડિયા, કુંકાવાવ, અમરેલી, ધારી સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. એક તરફ આકાશમાંથી અગ્ની વર્ષા થઇ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં સતત પાંચમા દિવસે પણ વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે  બાબરા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે લોકોને ભારે નુકશાન થયું હતું તો ખાંભા પંથકમાં પણ કમોસમી વરસાદ અને ભારે પવનના હિસાબે આંબાઓ પડી ગયા હતા તેમજ કાચી કેરીઓ પણ ખરી જવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો પાંચમાં દિવસે વરસી રહેલા વરસાદે હવે ખેડૂતોની ચિંતામાં અને નુકશાનના વધારો કર્યો છે આજે ભારે બફારા અને ઉકળાટ વચ્ચે બપોરબાદ અમરેલી જિલ્લાનું વાતાવરણ પલટાયું હતું અને અમરેલી જિલ્લાના લાઠીના મતિરાળા, કૃષ્ણગઢ, કેરાળા વગેરે ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ધારીના મોરજર, માણાવાવ વગેરે ગીર ગામોમાં કડાકા ભડાકા સાથે વરસાદે પોતાની બેટિંગ કરી હતી તો લીલીયાના ભેસાણ, ઇંગોરાળા, સાજણટીબા ગામમાં પણ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અમરેલી શહેર સહિત મોટા ગોખરવાળા દેવળીયા ચક્કરગઢ વગેરે ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો પાંચમાં દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ પાક જેવાકે બાજરી,મગફળી,તલ, કેરી વગેરે ને ભારે નુકશાન થવાનું અનુમાન સહેવાય રહ્યું છે જેનાથી ખેડૂતોના ભારે ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આજે રાજયમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગ્ની વર્ષા થઇ રહી છે. દરમિયાન આજે સવારે  પુરા થતાં છેલ્લા ર4 કલાકમાં મહેસાણા, અમરેલી અને બનાસકાંઠા જીલ્લાના સાત તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો. માવઠાથી જગતાતને પારવાર નુકશાની થવા પામી છે. નુકશાનીનો સર્વ કરી તાત્કાલીક અસરથી સહાય ચુકવવા માંગણી ઉઠી રહી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.