હાફુસ, કેસર, લાલ બાગ, બદામ અને તોતા જેવી કેરીની વિવિધ જાતો બજારમાં જોવા મળે છે: એપ્રિલ માસના પ્રથમ અઠવાડીયાએથી ‘મીઠડી’ કેરીનો સ્વાદ શોખીનોને માણવા મળશે

 

ઋતુચક્રના ફેરફારોએ પવર્તમાન ઉનાળાની સિઝનમાં પણ ઠંડા ગરમ ઋતુનો અહેસાસ કરાવે છે. ત્યારે ગ્લોબલ વોમિંગની અસરોમાં કમોસમી વરસાદ માવઠા પણ કુદરતી વાતાવરણ, માનવ જીવન અને વિવિધ ફળોના પાકને અસર કરી રહ્યું છે. ઉનાળો એટલે ફળોનો રાજા કેરીનો ઉત્સવ, રંગીલા રાજકોટ હાલ કેરીની આવકોમાં હાફુસ, કેસર, લાલબાગ, બદામ અને તોતા જેવી કેરીની વિવિધ જાતો આવવા લાગી છે. આ વર્ષે કેરી 1પ દિવસ વહેલી આવી ગઇ હોવાથી તેનો સ્વાદ તેની અસર રંગત જમાવી શકયો નથી.

છેલ્લા અઢી દાયકાથી કેરી વ્યવસાય સાથે સંકળાયેલા જયદિપભાઇ રાચ્છ (કાનાભાઇ) એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ છે કે મહારાષ્ટ્રની રત્નાગીરી હાફુસ અને જુનાગડની કેસર કેરીથી શહેરમાં આવક શરુ થઇ ગઇ છે ત્યારે ઉનાની કેસર, કેરળની લાલબાગ, સાઉથની બદામ- તોતા નો ફાલ રાજકોટ આવી રહ્યો છે.  હાલ કેસરનો 10 કિલોના કાચી કેરીના 1500 અને હાફુસ 15 કિલોના 3 થી 4 હજાર રૂપિયા ભાવ છે. લાલબાગ અને બદામ જેવી કેરી પણ ર00 રૂપિયા ના કિલોના ભાવે વેચાય છે.

ગયા વર્ષ કરતાં આ વર્ષે 1પ દિવસ વહેલી આવી ગઇ છે એમ ‘અબતક’ સાથેની વાતચિતમાં કુળદેવી ફુટવાળા તિલકભાઇ હિંડોચાએ જણાવ્યું હતું. હાલ કમોસમી વરસાદને કારણે વધુ આવક પણ ધીમી પડી ગઇ છે. અત્યાર હાફુસ કેરી ખાવા જેવી સારી આવવા લાગી છે, પણ આવતા માસના પ્રારંભે સાચો કેરીનો રસાસ્વાદ માણવા મળશે. આ વર્ષે કેરીનો ભાવ અગાઉના વર્ષો કરતાં ઊંચો રહેવાનો છે. એવરેજ સારી કેરીનો ભાવ 700 થી 800 એપ્રીલના પ્રારંભે રહેવાનો છે,  જો કે એપ્રીલ મઘ્યમાં 300 રૂપિયામાં શ્રેષ્ઠ ‘મીઠડી’ કેરી મળવા લાગશે તેમ તેના ધંધાર્થીઓ જણાવે છે.

ચાલુ માસમાં પડેલ કમોસમી વરસાદે કેરીના પાકમાં ગંભીર અસરો કરતા કેરીનો પાક બગડી ગયો હતો, નુકશાન થયું હતું. રંગીલા રાજકોટમાં કેરીના અત્યારના ભાવે તેના શોખીનોને સ્વાદ ખાટો લાગે તેવા મોંધા ભાવ જોવા મળી રહ્યા છે. ફળોના રાજા કેરીના શોખીનો માટે રસ-પુરી જમણ આ વર્ષે મોધુ જ રહેવાનો અંદેશો છે, એટલે કે દર વર્ષ,ની જીમ સમગ્ર સિઝન દરમ્યાન તેના ભાવ ઊંચા જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.