હિઝબુલનો પૂર્વ કમાન્ડર મુસા કાશ્મીરની આઝાદી માટે સક્રિય
કાશ્મીર ખીણ વિસ્તારમાં કાશ્મીરી અલગતાવાદીઓ અને આતંકવાદીઓની પ્રવૃતિઓ ત્તેજ બની છે. છેલ્લા લાંબા સમયી ખીણ વિસ્તારમાં સતત અશાંતીભર્યો માહોલ છે ત્યારે કાશ્મીરમાં વધુ એક વિદ્રોહી સંગઠન ઉભુ કરવા પાકિસ્તાન મનસુબો રચી રહ્યું હોવાની ચેતવણી સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. એમાં પણ હિઝબુલ મુઝાહિદ્દીનના પૂર્વ કમાન્ડ ઝાકીર મુસા નવા વિદ્રોહી સંગઠનનો મુખ્ય કર્તાહર્તા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે છેલ્લા બે અઠવાડિયાી મુસા દ્વારા બે નિવેદનો આપવામાં આવ્યા છે. જેમાં તે અન્ય આતંકી સંગઠનોી અલગ રહીને કાશ્મીરને આઝાદ કરવાની ફિરાકમાં હોવાનું કહેવાયું છે. વધુમાં મુસા કાશ્મીરની આઝાદી બાબતે વધુ પડતો ઉગ્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કાશ્મીરમાં નવા વિદ્રોહી સંગઠની આતંકનો ભય ફરીી જીવંત ાય તેવી પુરી શકયતા છે. ઝાકીર મુસા પણ બુરહાન વાનીની જેમ સ્વતંત્ર વિચારધારા ધરાવે છે અને કાશ્મીરને આઝાદ કરવાની પુરેપુરી કોશીષો કરી રહ્યો છે ત્યારે મુસાના આ સંગઠનમાં અલગ અલગ આતંકી ટુકડીઓમાંી આતંકી તત્ત્વો જોડાય તેવી સંભાવના છે.