ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ જે.બી. પારડીવાલાનો મહત્વનો ચૂકાદો
હવે વણનોંધાયેલી ભાગીદારી પેઢી પણ ચેક રીટર્ન કેસમાં ફરિયાદ દાખલ કરી શકે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે અદાલતે ટાંકયું હતુ કે સેકશન ૧૩૮ હેઠળ (નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટ) કેરજ કરી શકાય.
ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટીશ જે.બી. પારડીવાલાએ જણાવ્યું હતુ કે સેકશન ૬૯ (૨) વણનોંધાયેલી ભાગીદારી પેઢીને ચેકરીટર્ન મામલે કોર્ટમાં કેસ કરતી અટકાવતી નથી હાઈકોર્ટ સમક્ષ ત્રણ આવી પીટીશન આવી છે. જેમાં વણનોંધાયેલી ભાગીદારી પેઢી ચેક રીટર્નના મામલે કોર્ટમાં વિધિવત કેસ દાખલ કરવા માગે છે. પરંતુ હવે વણનોંધાયેલી ભાગીદારી પેઢી પણ ચેક રીટર્ન કેસમાં કોર્ટમાં વિધિવત ફરિયાદ દાખલ કરી શકશે હવે આવી પેઢીઓ તેમના લેણા વસૂલવા અદાલતનું શરણુઈ શકશે. અત્યાર સુધી ચેક રીટર્ન કેસના આરોપીઓ ભ્રમ હેઠળ હતા કે વણ નોંધાયેલી ભાગીદારી પેઢી તેમનું કશુ બગાડી શકવાની નથી પરંતુ હવે બોગસ ચેક લખનારા સામે આવી પેઢી કોર્ટમાં જઈ શકશે.