લવની ભવાઈએ પણ ૨૫ વીક પાર કર્યા હતા આ ઉપરાંત ૧૦થી ૧૫ વીક ચાલી હોય એવી ઘણી અર્બન ગુજરાતી ફિલ્મો
કોકોનેટ મોશન પિકચર્સની હૃદયસ્પર્શી ફિલ્મ ચાલ જીવી લઈએ ને દર્શકોએ ખૂબજ આવકારી છે. આ ફિલ્મને ૩૦ સપ્તાહ જેટલો સમય વિતી ગયો છે. ૧૨ મે ૨૦૧૯ના રોજ રીલીઝ થયેલી ફિલ્મ ચાલ જીવી લઈએ મા આરોહી પટેલ, યશ સોની અને સિધ્ધાર્થ રાંદેરીયા મુખ્ય ભૂમિકામાં છે. ફિકર છોડીને ‘કાલ’ના સમયની હમણા માં જીવી લઈએ, કરવા છે સાકાર જેને હકિકતમાં એ શમણા જીવી લઈએ , ગાંઠે બાંધવા જેવી મર્મભરરી વાત કરે છે. ચાલ જીવી લઈએ. ઉલ્લેખનીય છે કે ચાલ જીવી લઈએ અને લવની ભવાઈ આ બંને મુવીએ સિલ્વર જયુબીલીને પણ ક્રોસ કરી દીદી છે.
આ સાથે જ અર્બન ગુજરાતીની એવી પણ કેટલીક ફિલ્મો છે જે ૧૦ વીકથી પણ વધુ ચાલી હોય જેમાં કેવી રીતે જઈશ, બે યાર, છેલ્લો દિવસ, શું થયું, સિધ્ધાર્થ રાંદેરીયાની ગુજજુભાઈ ધ ગ્રેટ, અને ગુજજુભાઈ મોસ્ટ વોન્ટેહ, ચલમન જીતવા જઈએ, કરસનદાસ પે એન્ડ યુઝ આ બધી ફિલ્મો ૧૦ વીકથી વધુ ચાલી છે.
આ ઉપરાંત ૨૦૦૬માં રિલિઝ થયેલી ફિલ્મ એકવાર પીને મળવા આવજે પણ ૩૦વીકથી વધુ ચાલી હતી આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર અને મમતા સોની મુખ્ય ભૂમિકામાં હતા ‘લવસ્ટોરી’ વાળી આ ફિલ્મને પણ દર્શકોને સારો પ્રતિસાદ આપ્યો હતો. આ સાથે દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ પણ દર્શકોને સિનેમા હોલ સુધી ખેંચી લાવી હતી.
કેરીઓન કેસર અને બેસ્ટ ઓફ લક લાલુ પછી વિપુલ મહેતાની આ ફિલ્મ ચાલ જીવી લઈએ માં એ બધુ જ છે જે એક સારી ફિલ્મમાં હોવું જોઈએ.
આ ફિલ્મના ડાયલોગ, એડિટિંગથી લઈ સિનેમેટોગ્રાફી, ધમાકેદાર મ્યુઝિકનું કોકટેઈલ છે. આ ઉપરાંત ફિલ્મની છેક સુધી જકડી રાખતી સ્ટોરી લાઈન એવું કહીને પૂરી થાય છે કે છેલ્લા શ્ર્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ.