અહીનો સ્ટાફ પરિવારના સદસ્યની જેમ મારૂ ધ્યાન રાખે છે: દર્દી વેણુભાઇ ખાચર

હાલ કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દી વેણુભાઈ ખાચર જણાવે છે કે,”જ્યારે મને પહેલી વાર હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ હતી, ઘણી વાર પારીમાં જ યુરિન અને ટોયલેટ થઈ જતું તો અહીંનો સ્ટાફ તુરંત મારી પાસે આવીને પારી સાફ કરી દેતાં, આવું બે દિવસ બન્યું પરંતુ એક વાર પણ સ્ટાફમાંથી કોઈ મારા પર ગુસ્સે ન યું, અને મને પૂછતાં કાકા તમને બીજી કોઈ તકલીફ તો ની તી ને ? જાણે મારો પરિવારના સદસ્યો મારી સંભાળ રાખતા હોય  આવા જ સારવાર લઈ રહેલા અન્ય એક દર્દી હેમંતભાઈ આચાર્ય જણાવે છે કે,” હોસ્પિટલમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ ખુબ જ સારી છે, હું છેલ્લા પાંચ દિવસી અહીંયા સારવાર હેઠળ છું, ૨(બે)દિવસ પહેલા મને પેટમાં વીંટ ઉપડી અને મારા બેડ પાસે જ મને ઉલ્ટી થઇ, તુરંત ત્યાં હાજર ડોક્ટર અને સ્ટાફ મારી પાસે આવી ગયો અને મારી ઉલ્ટી સાફ કરી તા ડોક્ટરે મારી સારવાર કરી. અહીંયા હોસ્પિટલમાં આખો સ્ટાફ એટલો ચોક્કસ છે કે તેઓ દર્દીની સારવારમાં ખડે પગે હાજર રહે છે.  સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં પેશેન્ટ એટેન્ડન્ટસ તરીકે ફરજ બજાવતા આસિફભાઇ કહે છે કે,” અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાી સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસી સંક્રમિત વાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમે પૂરતી કાળજી સો કામ કરીએ છીએ. હું અહીંયા દર્દીઓને  જમાડવાની, અશકત કે ચાલી ના શકતા હોય તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની અને કોવિડ વોર્ડની સાફ-સફાઈની કામગીરી કરું છું. આવી મહામારીના સમયમાં દર્દીઓની સેવા કરીને હું ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.

હાઉસકિપિંગ તા પેશેન્ટ એટેન્ડેન્ટસ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં કાર્યરત ડો.નિધિબેન સાવલિયા હોસ્પિટલની કામગીરી વિશે વાત કરતા જણાવે છે કે, અહીંયા કોરોનાના ટોટલ ૮વોર્ડ છે અને પ્રત્યેક વોર્ડ દીઠ એક સફાઈકર્મી અને એક હાઉસકિપિંગ સહિતના ૨(બે)તાલીમબદ્ધ લોકોનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોવિડ વોર્ડમાં કાર્યરત છે. આમ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે કાર્યરત હાઉસકિપિંગ તથા પેશેન્ટ એટેન્ડેન્ટસ એન્ડ મેનેજમેન્ટ અને સફાઈ કર્મયોગીઓ સહિતના પેરામેડિકલ સ્ટાફ દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.