ઉપલેટામાં સમસ્ત આહિર સમાજના નવાસુકાનીની વરણી કરવા આહિર સમાજના અગ્રણીઓની મળેલી મિટીંગમાં સમસ્ત આહિર સમાજના પ્રમુખ તરીકે નવયુવાન અને સેવાકિય પ્રવૃતિ કરવામાં મોખરાનું સ્થાન ધરાવતા આહિર સમાજના યુવાનની વરણી કરવામાં આવતા સમગ્ર  સૌરાષ્ટ્રભરમાંથી નવા હોદેદારોની વરણીને આવકાર મળી રહ્યો છે.

સમસ્ત આહિર સમાજના નવા હોદેદારોની વરણીમાં આહિર સમાજના પ્રબુઘ્ધ નાગરીકો, સમાજના ભામાસાઓ, સમાજના ભૂતપૂર્વ હોદેદારો વિવિધ સામાજીક આગેવાનો, શિક્ષણવિદોની મળેલી મીટીંગમાં સમસ્ત આહિર સમાજના નવા પ્રમુખ તરીકે નરેન્દ્રભાઇ સુવા (લાલભાઇ માસ્તર)નું નામ આવતા તમામ લોકોએ એકી અવાજ વધાવી લઇ પ્રમુખ પદે સર્વાનુમને બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જયારે ઉપપ્રમુખ પદે ભિમભાઇ મ્યાત્રા, મંત્રી તરીકે હરદાસભાઇ સોલંકી, સહમંત્રી તરીકે જીતુભાઇ ઝાલા જયારે ખજાનચી તરીકે બહાદુરભાઇ ડાંગરની પણ બિન હરીફ વરણી થયેલ હતી.

જુના વાડલા બાયપાસ મંદિર પાસે ખોડીયાર માતાજીનું મંદિર બાંધવામાં પણ પીઠળકૃપા ગ્રુપના સિંહ ફાળો રહ્યો છે. કોલકી રોડ ઉપર શહેરમાં પ્રવેશ કરતા પહેલા પથ્થરોમાંથી કોતરણી કરી જુની તકસી બતાવી ભવ્ય પ્રવેશ દ્વારા પણ બંધાવી આપેલ છે. તાલુકાના હળમતીયા ગામે પણ પીઠળ માતાજીનું મંદિર બંધાવી આપેલ છે. પોતાના ગામ તાલુકાના પરબડીસ ગામે પણ શીખર બધ રામદેવપીર મહારાજનું મંદિર બનાવી ત્યાં પણ નાના ગામમાં મોટું મંદિર બનાવી ગોકુલ ગ્રામ બનાવાનો પ્રયાસ નવનિયુકત પ્રમુખ નરેન્દ્રભાઇ સુવાએ કરેલ છે.

આ ઉ૫રાંત શહેર ના અનેક લોકોને પણ ખબર છે કે નરેન્દ્રભાઇ ના ડેલે આવેલ કોઇપણ નાતજાતના સાધુ સંત ખાલી હાથે પાછો જતો નથી તેમ ગરીબ અને નબળા વર્ગને પણ મદદરૂપ થવામાં અગ્રેસર રહ્યા છે.

વરણીને ઉપલેટા સમસ્ત આહિર સમાજના પૂર્વ પ્રમુખો વિક્રમભાઇ સુવા, પ્રો. પ્રવીણભાઇ ભેડા, ધોરાજી  તાલુકા પંચાયતના પ્રમુખ નિતાબેન ચાવડા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ નિતાબેન ચાવડા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર, ઓધડભાઇ ડેર  (સુરત) જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, પૂર્વ પ્રમુખો દાનભાઇ ચંદ્રવાડીયા, જેઠાભાઇ ડેર, લાખાભાઇ ડાંગર, દિલીપભાઇ ચાવડા, રાજાભાઇ સુવા, પૂર્વ ધારાસભ્ય મારખીભાઇ ગોરિયા, દેવ ભૂમિ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રેખાબેન ગોરિયા, રામભાઇ ગોરિયા, ઉઘોગપતિ ધરણાંતભાઇ સુવા, અશોકભાઇ ચંદ્રવાડીયા, સરપંચો રસીકભાઇ ચાવડા, નારણભાઇ ગઢાળા, જીણભાઇ હુબલ (તલાલા), નાથાભાઇ ગંભીર -ઇશરા, ગોવિંદભાઇ મારડીયા-નાગવદર, વિનુભાઇ ચંદ્રવાડીયા- જગાભાઇ ડાંગર – વાડાસરા, સમાજ શ્રેષ્ઠીઓ ઓધડભાઇ ચંદ્રવાડીયા, હિરેનભાઇ વસશા, નથુભાઇ ડેર ઇશરા (ધોરાજી) રાજુભાઇ ડાંગર- પરબડી, જીવાભાઇ મારડીયા કોયલાણા, શૈલેશભાઇ ડાંરગ વંથલી, અજીતભાઇ છૈયા માણાવદર, રાજુભાઇ ડાંગર માણાવદર, ખીમાડાડ ચંદ્રવાડીયા, ગોવિંદભાઇ ડેર, ટપુભાઇ સુવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, મનોજભાઇ સોલંકી (દ્વારાધીશ) બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઇ સુવા, નગર પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા, પીઠળ કૃપા ગ્રુપના દિપકભાઇ સુવા, મહિલા દુધ ઉત્પાદક મંડળીના  પ્રમુખ કમલેશભાઇ ચંદ્રવાડીયા, આહિર સમાજના અગ્રણીઓ અરજણભાઇ સુવા, મનોજભાઇ નંદાણીયા, ભાયાભાઇ વસરા સહિતના આગેવાનોએ આવકારી છે.

સમાજે નાની ઉમરમાં મોટી જવાબદારી સોંપી છે: નરેન્દ્રભાઇ સુવા

PhotoGrid 1596743684692

નવનિયુકત સમસ્ત આહિર સમાજના પ્રમુખ તરીકે વરાયેલા નરેન્દ્રભાઇ સુવાએ જણાવેલ કે સમાજે નાની ઉમરમાં મને મોટી જવાબદારી સોંપી છે.

પીઠબાઇ માતાજીની કૃપાથી આ જવાબદારી પૂરેપૂરી નિભાવીશ સમાજના સાથ અને સહકારથી સમાજના તમામ નાના મોટા ઉત્સવો સાથે મળીને ઉજવશું આ ઉપરાંત સમાજના નબળા વર્ગના લોકોને ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તેવો મારો પ્રયાસ હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.