ભૂતકાળમાં અનેક ઉપવાસો છતા સ્ટાફ નથી ભરાયો: કરોડો રૂપીયાની મશીનરી ધૂળ ખાય છે
ગીર સોમનાથ નો સૌથી મોટા ઉના તાલુકા ની સરકારી હોસ્પિટલમાં ડોકટરોના અભાવના કારણે કરોડો રૂપિયાની મશીનરી ખાય રહી છે ધૂળ. ભૂતકાળમાં ઉપવાસો કરવા છતાં નથી ભરાયો ડોકટરનો સ્ટાફ.
ગીર સોમનાથ જિલ્લાનો સૌથી પછાત અને છેવાડા નો તાલુકો એટલે ઉના તાલુકો, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટો તાલુકો. આ તાલુકામાં સરકારે સિવિલ હોસ્પિટલ તો બનાવી પણ વર્ષો વીતવા છતાં ડોકટરો સ્ફટ પૂરતો ન આપી શકી, હોસ્પિટલમાં મોટાભાગની મશનરી પણ આપી પરંતુ તે ધૂળ ખાય રહી છે, એક તરફ આરોગ્ય ને લઈ મોટીમોટી જાહેરાતો અને દવા કરાય છે પણ ઉના સિવિલ હોસ્પિટલની હાલત જ કંઈક અલગ છે.
સામાજિક કાર્યકર રસિક ભાઈના જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા પોતાના બજેટમાં આ હોસ્પિટલને અદ્યતન બનાવ ની જાહેરાત તો કરી પણ અમલવારી કરાય નથી. ઘટતા ડોકટરોને કારણે સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને સ્થાનિકો તો હવે સરકાર ને અપીલ કરી રહ્યા છે કે આ હોસ્પિટલ ને તાલા મારી દો તેવુ લોકો આક઼ોસ સાથે કહી રહ્યા છે સરકારે ૧૯૮૬માં ભવ્ય હોસ્પિટલ તો બનાવી દીધી છે.પરંતુ આરોગ્ય વિભાગને જાણે ખબર નહિ હોય…? કે જેમ ડ્રાઈવર વગર બસ ન ચાલે તેમ હોસ્પિટલ ડોકટર વિના ન ચાલે. ચોંકાવનારી વાત એ પણ છે કે ભૂતકાળમાં ઉના ના ધારાસભ્ય અને કોંગેસ સમિતિ દ્વારા ૨૪ દિવસ સુધી ઉપવાસ પણ કાર્ય હતા અને આખરે સરકારે એક અધિયક્ષ સહીત ત્રણ ડોકટરોની નિમણુંક કરી, પરંતુ હાલ ૩૯ ના સેટઅપ માંથી ૧૨ જગ્યા ઓ ખાલી છે, જેમથી અધ્ય્ક્ષ , ગાયનેક , બાળરોગ નિષ્ણાત, તેમજ સ્ટાફ નર્સ સહિતની જગ્યાઓ ખાલી હોવાથી સ્થાનિક લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છેઉનાની સરકારી હોસ્પિટલ ડોક્ટરોના અભાવે ખુદ માંદગીના બિછાને પડી છે. કરોડોના સાધનો ધૂળ ખાય રહ્યાં છે , એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના નાગરિકોની સુખાકારી માટે વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓની જાહેરાત કરે છે તો બીજી તરફ આવી સરકારી હોસ્પિટલો સામે દુર્લક્ષ છેવાય રહ્યું છે.
ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે આરોગ્ય લક્ષી યોજનાઓની મોટીમોટી જાહેરાતો કરવાથી સરકાર પ્રજાને ભ્રમિત કરવા માંગે છે…..સત્ય એ છે કે પ્રજા હવે છેતરાય એમ નથી. સરકારે ખરા અર્થમાં કામગીરી કરવી જ પડશેમ.. નહીં તો પાછું બદલાય જશે