ઉના શહેરમાં રેલવે સ્ટેશન ઉપર એક પરપ્રાતિય યુવતિ બેઠી હોવાની ત્થા તેની કોઇ ભાષા સમજાતી ન હોય ઉનાના સેવાભાવી યુવાન કાસમભાઇ આર. કાઝી તથા કાર્યકરોએ તેમને ઉના પોલીસ સ્ટેશનને લાવી. તેમની ભાષા સમજવા મુળ કાશ્મીર વિસ્તારના ઘણા વરસોથી મોલ્લાના તરીકે સેવા આપતા આરીફરજીએ તેમની સાથે વાર્તાલાપ કરી માહીતી મેળવી હતી કે આ યુવતિનું નામ નીલોફર ખુશરીદભાઇ રસીદભાઇ અને મુસ્લિમ (ઉ.વ.૨૮) બેલા ચીરાના વિસ્તાર રે. જમ્મુ તાવી રાજય કાશ્મીરનીહતી. જમાસ પહેલા જમ્મુ તાવીથી અજાણ્યા શખ્સો તેને લઇ વિવિધ રાજયોમાં ફેરવી,
ગુજરાતમાં ઉના લાવેલ હતા અને મોકો મળતા આ યુવતિ તેની ચુંગાલમાંથી છુટી રેલવે સ્ટેશને બેઠી હતી. તે માહીતી મેળવી ઉના પોલીસને આપેલ આ યુવતિને જમાતખાનમાં રહેવાની તથા ખાવા પીવાની કપડાની વ્યવસ્થા સેવાભાવી કાર્યકરે કરેલ અને જમ્મુ તાવી પોલીસનો ઉના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ખુમાણ તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ભેડાએ યુવતિનો ફોટો તથા માહીતી આપી પરીવાર સાથે ટેલીફોનીક સંપર્ક ઉના આવી લઇ જવા જણાવતાં તે પરીવાર આર્થિક ગરીબ હોય સેવાભાવી યુવાનોએ આવવા જવાનો ખર્ચ આપો તેમ કહેતા જીજાજી ઝાહીર અબ્બાસ ઉના મુકામે આવેલ અને યોગ્ય ખરાઇ કરી ઉનાના પી.આઇ. વી.એમ. ખુમાણે તેમના પરીવારને સહી સલામત સોંપી પરીવાર સાથે મીલન કરાવી સામાજીક પ્રવૃત્તિ કરતા તેમના પરીવારે ગુજરાત પોલીસનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ તેમના પરીવારને વતન જવા તમામ વ્યવસ્થા સામાજીક આગેવાને કરી આપી હતી.