ઉના પંથકમાં વર્ષમાં માત્ર બે વાર દર્શનાર્થીઓ માટે ખુલતું પતાળેશ્ર્વર મહાદેવનું મંદિરના શ્રાવણ માસ આખો યાત્રાળુઓને વન વિભાગ દ્વારા વિનામુલ્યે પરમીટ અપાશે.
ઉનાથી ૨૫ કિ.મી. દુર બાબરીયા ચેક પોસ્ટથી મધ્યગીર જંગલમાં ૭ કિ.મી.ના અંતરે આવેલ પાતળેશ્ર્વર મહાદેવનું મંદિર મીની કેદારનાથ સમુ છે. વન વિભાગ દ્વારા વરસમાં બે વખત મહા માસની શિવરાત્રીનાં ૧૦ દિવસ તથા શ્રાવણ માસના ૩૦ દિવસ યાત્રાળુઓને વિનામુલ્યે પરમિટ કાઢી આપી સવારે ૭ થી સાંજે ૬ સુધી પ્રવેશ અપાશે. આગામી શ્રાવણ માસ તા.૨૪/૭/૨૦૧૭ થી ૨૧/૮/૨૦૧૭ સુધી ખુલ્લુ રહેશે અને આ પૌરાણીક શિવ મંદિરે સમગ્ર ભારતભરમાંથી શિવ ભક્તો ઉમટી પડશે. દરેક શિવભક્તો માટે પાતળેશ્ર્વર મહાદેવનાં આશ્રમે સવાર-સાંજ ચા તથા બપોરે અને રાત્રે મહાપ્રસાદની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે તેમ પાતળેશ્ર્વર મહાદેવના મહંતશ્રી ધરમદાસ ગુરૂશ્રી નિવાર્ણદાસ બાપુએ જણાવ્યું હતું.