ઉના તાલુકાના નવાબંદરે રહેતા ભાડેલા મુસ્લિમ સમાજને પછાત વર્ગોની યાદીમાં સમાવાયો છે. પરંતુ જનસેવા કેન્દ્રની ડેટા એન્ટ્રીમાં સમાજનો સમાવેશ કર્યો ન હોવાથી દાખલો કાઢી આપવામાં આવતોનથી. તે અંગે સમસ્ત ભાડેલા, મુસ્લીમ માછીમાર સમાજે કલેકટરને આવેદન પાઠવ્યું હતુ.
ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાના નવાબંદર ગામે જન્મજાતથી વસવાટ કરતા અને માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા દરીયાઈ સીમામાં દરીયો ખેડી આજીવીકા સાથે રોજીરોટી કમાતા પછાત અને શ્રમીક વર્ગની જ્ઞાતી ધરાવતા ભાડેલા મુસ્લીમ સમાજને સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમ નં. ૩૭માં સમાવવામાં આવ્યા છે. જેથી સામાજીક શૈક્ષણીક રીતે પછાત વર્ગોનું પ્રમાણપત્ર નિયમોનુસાર આપવાનું થાય છે.
પણ હાલ તાલુકા કક્ષાએ આવેલા જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટરાઈઝ સેન્ટરમાં ઓનલાઈન દાખલાની કોલમમાં ભાડેલા મુસ્લીમ સમાજનું નામ દાખલ ડેટા એન્ટ્રીમાં સમાવિષ્ટ કરેલ ન હોવાના કારણે દાખલા અપાવામાં આવતા નથી.
આ બાબતે અગાઉ પણ ઘણી રજુઆત કરેલ છે. ભાડેલા જ્ઞાતીનો સામાજીક શૈક્ષણીક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે. તે સંદર્ભનાં તમામ ઠરાવો ઉપર કોલમમાં જણાવેલ છે. તેમ છતા આ બાબતે સરકાર તરફથી સેકશન અધિકારી સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ પછાત વર્ગ માટેના પંચને રજૂઆત કરવાનું કહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com