સતત છ ટ્રેડીંગ સેશન્સથી બજાર ઘટતા રોકાણકારોને યોગ્ય નિર્ણય લેવા નાણામંત્રી અરૂણ જેટલીની સલાહ
હાલ સતત પાંચ દિવસથી માર્કેટ પડી રહ્યું છે. સેન્સેકસમાં કડાકો અને નિફટી સપાટી ગુમાવી રહી છે. આજે પણ સેન્સેકસમાં ૭૪.૧૯ પોઈન્ટનો કડાકો નોંધાતા ટ્રેડ બુલ્સ સિકયોરીટીના દિનેશ ઠક્કરે કહ્યું હતું કે, માર્કેટમાં ઉંચી વોલેટીલીટીને જોતા ટ્રેડર્સોએ પોતાની પોજીશન નિયંત્રણમાં રાખવી જોઈએ. કારણ કે રૂપીયાની નબળાઈ સતત વધી રહી છે.
૧ ડોલરના ભાવ ફરીથી ૭૩ રૂપિયા સુધી પહોંચી ગયા છે અને ભારતીય રૂપિયો ૨૬ પૈસાના ભારી ઘટાડા સાથે ૭૨.૮૯ના સ્તર પર ખુલ્યો છે. જયારે સોમવારે કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપીયો ૪૩ પોઈન્ટ નીચો રહ્યો હતો. એશિયાઈ બજારમાં કાચા તેલની વધતી કિંમતો રિયાલ્ટી, ઓટો અને બેન્કિંગના શેરોના રોકાણકારોએ બજારમાં સાવચેતી લેવી પડશે.
માર્કેટની સ્થિતિ સતત નબળી પડતા નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગે રોકાણકારોને યોગ્ય નિર્ણય લેવા કહ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સેબી પણ ભારતીય રોકાણકારો માટેની તકો ઉભી કરવા માટે સાથે જોડાયા છે.