વલ્લભીપુર, ઉમરાળામાં ૩ ઈંચ, કોટડા સાંગાણીમાં ૨॥પાલીતાણામાં ૨, ગારીયાધાર, ગીરગઢડા, ગોંડલમાં ૧॥સાવરકુંડલા અને ઉમરાળામાં ૧ ઈંચ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૩૩ પૈકી ૨૩ જિલ્લાના ૯૨ તાલુકાઓમાં વરસાદ: સવારી વાદળછાંયુ વાતાવરણ
સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેર ચાલુ રહેવા પામી છે. ચોમાસાના સતાવાર આરંભ પહેલા જ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી જતા જગતાત ખુશખુશાલ ઈ ગયો છે. રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવા ઝાપટાી માંડી ૩ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સવારી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ છે. આજે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાતી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
સ્ટેટ કંટ્રોલ‚મના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે ૮ કલાકે પૂરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાના ૯૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૮૧ એમ.એમ.મળ્યો છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સરખામણીએ રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં વિશેષ હેત વરસાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં ગોંડલમાં ૩૨ મીમી, જામકંડોરણમાં ૧૨ મીમી, જેતપુરમાં ૧૦ મીમી, કોટડા સાંગાણીમાં ૬૫ મીમી, રાજકોટ શહેરમાં ૯ મીમી અને વિંછીયામાં ૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે જૂનાગઢ જિલ્લામાં માળિયા હાટીનામાં ૨૯ મીમી, માણાવદરમાં ૨૯ મીમી. જૂનાગઢ શહરે તા ગ્રામ્ય વિસ્તારમાં ૧૬ મીમી, મેંદરડામાં ૨ મીમી, વંલીમાં ૨૦ મીમી, ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ૮૧ મીમી, પાલીતાણામાં ૫૦ મીમી, ગારીયાધારમાં ૩૧ મીમી અને ઉમરાળામાં ૨૦ મીમી, ગીર-સોમના જિલ્લાના તાલાલામાં ૭૫ મીમી, ગીર-ગઢડામાં ૩૫ મીમી, ઉનામાં ૧૨ મીમી અને કોડીનારમાં ૫ મીમી, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૨૨ મીમી, અમરેલી શહેરમાં ૧૦ મીમી, લીલીયામાં ૭ મીમી, વડીયામાં ૬ મીમી અને લાઠીમાં ૫ મીમી જયારે જામનગર જિલ્લાના એક માત્ર જામજોધપુર તાલુકામાં ૧૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
છેલ્લા દસ દિવસી ગુજરાતમાં અવિરત મેઘમહેર ચાલુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી જતા જગતાત ખુશાલી સો વાવણી કાર્યમાં પોરવાઈ ગયો છે. નૈઋત્યનું ચોમાસું હાલ મુંબઈ અને ગોવા વચ્ચે સ્રિ ઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનને હજુ ચારેક દિવસ નીકળી જશે.
-
દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં છેલ્લા દસેક દિવસી વ‚ણદેવ વહાલ વરસાવી રહ્યાં છે. દરમિયાન આજે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમના જિલ્લામાં હળવાી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૨૬.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ચોમાસુ હાલ મુંબઈ અને ગોવા વચ્ચે સ્રિ છે. જો કે સૌરાષ્ટ્રમાં મોન્સુન કરંટ પકડાઈ ગયો હોય આજે પણ ગાજવીજ સો વરસાદની સંભાવના જણાય રહી છે. ગઈકાલ કરતા આજે વરસાદની માત્રા અને વિસ્તાર વધુ રહે તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.