કોર્પોરેશનને રૂ.૨૧.૭૪ લાખની આવક
કોરોનાના સંક્રમણ અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા દરમિયાન પણ જ્યાં વધુ માત્રામાં માનવ મેદની એકત્રિત થતી હોય તેવા સ્થળોને મહિનાઓ સુધી બંધ રાખવામાં આવ્યા હતા.ત્યાંરે મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક સાત મહિના સુધી બંધ રહ્યા બાદ ગત ૨૦મી ઓક્ટોબરથી સહેલાણીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. છેલ્લા અઢી માસમાં ૮૭ હજારથી પણ વધુ લોકોએ ઝુની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના અન્ય ફરવાલાયક સ્થળોમાં પણ આવે માનવ સમૂહ આવવા લાગ્યો છે જો કે સામાન્ય સંજોગોની સરખામણીએ લોકોની સંખ્યા ૫૦ ટકાથી પણ વધુ ઘટી જવા પામી છે.
રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ ૧૭મી માર્ચથી પ્રદ્યુમન પાર્ક ઝુ સહેલાણીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું બે મહિનાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ત્યારબાદ શરૂ કરવામાં આવેલી અનલોકની પ્રક્રિયામાં પણ ઝુ ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઝુ ઓથોરિટીની મંજૂરી મળ્યા બાદ ગત ૨૦મી ઓક્ટોબરથી પ્રદ્યુમન પાર્ક ઝુ સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા અઢી મહિના અર્થાત ૨૮મી ડિસેમ્બર સુધીમાં ૮૭૩૯૫ લોકોએ ઝુ ની મુલાકાત લીધી છે અને મહાપાલિકાને રૂ. ૨૧.૭૪ લાખની આવક થવા પામી છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ સહેલાણીઓની સંખ્યા હવે સતત વધી રહી છે કોરોના સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું હોય આવવામાં હવે લોકો ફરી સામાન્ય લાઈફ સ્ટાઈલમાં આવી રહ્યા છે.