મહામારી વચ્ચે સ્વાસ્થ્યની જાળવણી ખુબ જરૂરી હોવા છતાં ગાર્ડનો તેમજ વોકિંગ ટ્રેક બંધ કરી દેવામાં આવતા શહેરીજનોમાં ભારે કચવાટ

બજારોમાં છુટછાટથી થતી ભીડથી શું કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય?

હાલની વૈશ્ર્વિક મહામારી વચ્ચે  સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બન્યું છે. પરંતુ સ્વાસ્થ્ય જાળવવા માટે કરવામાં આવતી કસરત કરવી ક્યાં તે પણ પ્રશ્ન સર્જાયો છે.

દરરોજ મહામારીને પગલે શહેરના ગાર્ડન સજ્જડ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે સવારે તથા સાંજે ચાલવા કે કસરત કરવા નિકળતા કસરતવિરોમાં આ મામલે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં અનલોક-૨ હાલ ચાલી રહ્યું છે અને હવે થોડા જ દિવસોમાં અનલોક-૩ લાગુ થવા જઈ રહ્યું છે જેમાં ગાર્ડનો ખુલ્લા મુકવાની હજુ સુધી કોઈ વાત જાહેર થઈ નથી.

જેના પગલે કસરતવિરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કસરતવિરોના જણાવ્યા પ્રમાણે તેઓ સવારે તથા સાંજે ગાર્ડનમાં કે વોકિંગ ટ્રેકમાં વોકિંગ કરી તેમજ કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય જાળવતા હોય.

સોશિયલ ડિસ્ટન્સ પણ પુરેપુરુ રાખતા હોય છતાં ગાર્ડનો બંધ કરી દેવામાં આવ્યા તે અયોગ્ય છે. ખરેખર આ મહામારીથી બચવા સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બન્યું હોય તેવામાં ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય ગેરવ્યાજબી છે. જો કે ઘણા ખરા કસરતવીરો ગાર્ડન બંધ હોય તેથી રોડ પર દોડતા કે કસરત કરતા નજરે પડતા હોય છે.

ફકત બે કલાક માટે ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવે: તુષારભાઈ

vlcsnap 2020 07 30 13h32m55s167

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તુષારભાઈએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય સારું રાખવા વોકિંગ કરવું, કસરત, યોગા કરવા ખૂબજ અગત્યના કહી શકાય પરંતુ કોરોનાના કારણે બધુ બંધ હતું, લોકડાઉન હતું તેથી ઘરે બેસી એકસસાઈઝ વોકિંગ શેરીમાં કરતાં પરંતુ અનલોક થયા બાદ ૫મે રેસકોર્સ રીંગ ફરતે વોકિંગ કરવા આવીએ. પરંતુ લોકો વધુ હોય અને થોડોક ડર પણ રહે. જો બાગ-બગીચા ફરીથી શરૂ કરવામાં આવે તો જે લોકો રેગ્યુલર ગાર્ડનમાં વોકિંગ, યોગા કરતા હોય તે ત્યાં કરી શકે, ભલેને સવારના બે જ કલાક છુટ આપવામાં આવેે.

ગાર્ડન ખૂલ્લે તો રોડ ઉપર વોર્કીંગ કરતા લોકો નડતરરૂપ ન બને: વિશાલભાઈ

vlcsnap 2020 07 30 13h34m13s504

અબતક સાથેની વાતચીત દરમિયાન વિશાલભાઈ મકવાણા જણાવ્યું હતુ કે અમે છેલ્લા ઘણા સમયથી રેસકોર્ષ ગાર્ડનમાં વોર્કિંગ અને એકસસાઈઝ કરવા આવીએ છીએ પરંતુ લોકડાઉન થતા બધઉ બંધ થયું હતુ. બાગ બગીચા પણ બંધ હોવાથી અમે હાલ રેસકોર્ષ રીંગે વોર્કિંગ, સાયકલીંગ કરીએ છીએ, સ્વાસ્થ્ય માટે વોર્કિંગ, સાયકલીંગ અને એકસસાઈઝ કરવી જરૂરી છે. અને હાલના કોરોનાની મહામારીમાં તો સ્વાસ્થ્ય સારૂરહે તે ખૂબજ અગત્યનું છે. હાલ ઘણા લોકો આવતા હોય વોર્કિંગ માટે જો શહેરના બાગ બગીચા ખૂલ્લા મૂકવામાં આવે તો ત્યાં વોર્કિંગ કરવું સરળ અને કોઈને નડતર રૂપ પણ ન થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.