કોરોના વાયરસ મહામારી ફેલાયેલા હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે અનલોક-૪ તા.૧-૯-૨૦થી ૩૦-૯-૨૦ સુધી જાહેર કરવામાં આવેલુ છે. જે અનલોક-૪ સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલી અને જે નિયમો મુજબ છુટછાટ આપેલ હોય જેથી લોકો પોતાના જાહેર જીવનમા બેદરકારી દાખવે નહીં નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસની મહત્વની ફરજ રહેલી હતી. જે દરમ્યાન શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ જાળવવામાં આવેલ તેમજ સરકાર દ્વારા અનલોક-૪ દરમ્યાન જાહેર કરવામા આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામા આવેલ તેમજ જાહેર જનતાએ લોકડાઉન અને અનલોક-૪ દરમિયાન પોલીસને ખુબ જ સાથ સહકાર આપેલો છે. જેથી રાજકોટ શહેરની જનતાનો શહેર પોલીસ તથા તંત્ર આભાર માને છે. અને ભવિષ્યમાં પણ આ મહામારી સામે લડવામાં જનતાને શહેર પોલીસને તથા તંત્ર તે સહયોગ આપે તેવી અપીલ કરી છે. સાથો સાથ જાહેરનામા ભંગના કુલ કેસો-૧૩૩૬, વાહન ડીટેઇન-૧૭૫૭ અને જાહેરમા માસ્ક નહી પહેરવા અને જાહેરનાર ૨૩૩૧૦ લોકો પાસેથી રૂ.૨.૧૨ કરોડના દંડ વસુલ્યો છે.
Trending
- માર્કેટમાં આજે તેજી પણ અદાણીના શેર રેડ ઝોનમાં
- તમારો PAN કાર્ડ નંબર એક્ટિવ છે કે નહીં? ઘરે જ બેઠા આ રીતે જાણો
- અમદાવાદીઓ માટે નવું નજરાણું! કમળની થીમ પર બનશે દેશનું ગુજરાતનું સૌથી મોટું ગાર્ડન
- NASA બનાવી રહ્યું છે ‘artificial star’ જે વૈજ્ઞાનિકોને મદદ કરશે, જાણો કયા રહસ્યો ખુલશે?
- ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ! IPL 2025 શેડ્યુલ જાહેર
- સુરત: ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ચાઇનીસ દોરીના કારણે ગળું કપાઈ જતા નીપજ્યું મોત
- સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોનું આવતા સપ્તાહે એલાન?
- શું અદાણી ગ્રુપના શેર વધુ ઘટશે? ઈન્ટરનેશનલ એજન્સીએ આપ્યો ખરાબ રિપોર્ટ, આ શેરોને ભારે નુકસાનનો ડર