કોફી એ માત્ર એક ડ્રિંક જ નથી પરંતુ તે એક બ્યુટી પ્રોડકટ પણ છે. કોફીનો ઉપયોગ ફેસ,વાળ અને પૂરા શરીરને ખૂબસૂરત બનાવી શકે છે.તો ચાલો જાણીએ કોફીના ફાયદા વિશે
ફેસ સ્ક્ર્બ
કોફી ડેડ સેલ્સને હટાવીને ત્વચાને નિખારે છે. આ સ્ક્રબ બનવા માટે 4 ટેબલ સ્પૂન કોફીના બીજ, અડધો કપ સી સોલ્ટ અને 2 ટેબલ સ્પૂન ઓલિવ ઓયલને મિક્સ કરી ફેસ પર 2-3 મિનિટ મસાજ કરવુ. કોફીમક રહેલા કેફિન ફેસની થાકાનને દૂર કરી તરોતાજા બનાવશે.
હેર કલર
વાળમાં કલર કરવા માટે પાલરમાં જવાની જરૂર નથી. હેર કલર કરવા માટે તમે કોફીનો ઉપિયોગ કરી શકો છો. આ માટે સ્ટ્રોંગ કોફી બનાવીને વાળ પર લગાવો ત્યાર બાદ શેમ્પૂ અને કંડિશનરથી વાળને ધોઈ લો. આ સાથે વાળમાં શાઈન આવશે. જો તમે ડાર્ક કલર કરવા માગતા હો તો હેર મેહ્ંદિમાં કોફી મિક્સ કરીને લગાવો. આમ કોફી તમારા વાળને નુકશાન પણ નહીં કરે.