મર્ડર કેસમાં પતિએ પત્નીની જામીન અરજી ન કરતા હાઈકોર્ટે મામલો હામાં લીધો
ગોંડલના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુમોટો વાપરીને રેખા નામની મર્ડરની આરોપીના કેસમાં ઝંપલાવ્યું છે. કંકુ મેવાડાના હત્યા કેસમાં નારણ ભુવા અને તેની પત્ની રેખાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ આ કેસમાં નારણ ભુવાએ પોતાની અરજી કરી હતી પરંતુ પત્નીને છોડાવવા માટે કોઈપણ કાર્યવાહી ન કરતા હાઈકોર્ટને સુમોટો વાપરવાની ફરજ પડી હતી. ઘણી વખત અજ્ઞાત અને અબળા ીઓને પોતાના અધિકારોનો ખ્યાલ ન હોવાી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ીની વ્હારે આવીને મહત્વની કામગીરી કરી છે. મેવાડાની હત્યા શંકાસ્પદ પરિસ્િિતમાં ઈ હતી જેમાં પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ સજા પણ ફટકારવામાં આવી હતી. જો કે, આ બન્ને સામેના પુરાવાઓ સચોટ હતા નહીં.
આ કેસમાં રેખાને મુકત કરવા માટે જસ્ટીસ અખીલ કુરેશી અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે સંશોધન કર્યું હતું કે, જો મુકત કરવાનો નિર્ણય ાય તો બન્નેને મુકત કરવા જોઈએ પરંતુ રેખા તરફી કોઈએ અપીલ કરી ન હોવાી તેને કોઈ ફાયદો મળ્યો ન હતો. સુનાવણી દરમિયાન જોવા મળ્યું હતું કે, રેખાએ અરજી કરી હતી પરંતુ તેના પતિએ માત્ર પોતાની જ અરજી કરીને છુટી જવાના પ્રયાસો કર્યા હતા