અભિનેત્રી સોનાક્ષી સિંહાને આપણે ખૂબ સારી રીતે ઓળખીએ છીએ થોડા દિવસ પહેલા સોનાક્ષીએ નેહા ધૂપિયાના ચેટ શો ‘નો ફિલ્ટર નેહા’ માં ભાગ લીધો હતો. ત્યારે તેણે પોતાના વિશેની કેટલીક દિલચસ્પ વાતો પરથી પરદો ઉઠાવ્યો હતો. તેણે એવી કેટલીક વાતોકરી જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.
તેણે પોતાની પહેલી જોબ અને પગાર અંગે જણાવ્યું તેણે કહ્યુ હતુું કે હું લેકમે ફેશનવીક માટે વોલન્ટિયર કરી રહી હતી. મારુ કામ લોકોને સીટ સુધી પહોંચાડવાનું હતું. મારે તેમના પાસ જોવાના હતા અને જોબ હતી. પાંચ દિવસના કામ માટે મને ૩૦૦૦ રુપિયા મળ્યા હતા.
સોનાક્ષીના જણાવ્યા અનુસાર તેને ગીત ગાવાનું ખૂબ જ પસંદ છેે. તે બાળપણથી ગીત ગાતી આવી છે. ગીત ગાવા, લિરિક્સ ડાઉનલોડ કરવા તથા તેની પ્રિન્ટ લઇ પોતાના અવાજમાં રેકોર્ડિગ કરવુ અને સીડી કે ટેપમાં તેને સંભાળીને મુક્વુ. આ બધુ તેને ખૂબ જ ગમતુ હતુ. એક્ટિંગની વાત કરીએ તો તે ક્યારેય આ ફિલ્ડમાં આવવા ઇચ્છતી ન હતી. પરંતુ જ્યારે આ બન્યુ ત્યારે તે ખૂબ જ થેન્કફુલ હતી.
સોનાક્ષી ખુદને સેલ્ફી ક્વીન ગણાવતા કહે છે કે મારી પાસે પહેલેથી જ ડિજીટલ કેમેરા હતા. જેને ફેરવીને હુ મારા ફોટા ક્લિક કરતી જો કે મને એ સમયે ખ્યાલ ન હતો. કે આ જ બાબત આગળ જતા સેલ્ફી તરીકે ઓળખાશે.