કુદરત અનેક સ્વરૂપોમાં વિભાજિત છે તે વિભાજિત સ્વરૂપમાંનું એક સ્વરૂપ છે પર્વતો.પર્વતો જેને સુંદરતા, ઊંચાઈ અને દ્રઢતાનો પ્રતીક માનવામાં આવે છે. એ પર્વતો જેના પર કેટલાં જનજીવન આશ્રિત છે. એ પર્વતો જેના પર ખેતી કરવાથી લોકોને રોજગારી મળે છે .શું આપણે એ ખબર છે કે આ પર્વતોની રચના કેમ થઈ છે ?
પર્વત કેમ બને છે ?
બે ટેક્ટોનિક પ્લેટ્સ નજીક આવે અને અથડાય ત્યારે દબાણના કારણે જમીનમાં જે સળ પડે અને વચ્ચેની જમીન ઉચકાઇ છે ત્યારે પર્વત બને છે.પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યા છે.
લાવાને કારણે બને છે જ્વાળામુખી પર્વત
જમીનમાં કોઈક સ્થળે ધસી આવેલા લાવાને કારણે જમીન ઉંચકાઈને જ્વાળામુખી પર્વત બને છે જ્વાળામુખી પર્વત વચ્ચેથી પોલાણવાળો હોય છે.જેમાં કુદરતી ઘટના દરમિાયાન લાવા ધસીને મુખમાંથી બહાર ફેંકાય છે.
મોટાં ભાગનાં પર્વતો કેમ ઠંડા પ્રદેશમાં હોય છે ?
વિવિધ ભોગોલિક સ્થિતનાં કારણે પર્વતો બન્યા છે.ઉચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોય છે તેથી ત્યાં કાયમી માટે બરફ જામેલો જ રહે છે. ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભોગોલીક રીતે પર્વત અથવા માઉન્ટેન કહે છે.
વિશ્વના ટોપ ૧૦ પર્વતો
૧. માઉન્ટ એવરેસ્ટ
૨.કે 2
૩. કંચનજંગા
૪. લહોત્સે
૫. મકાલું
૬. મનાસ્લું
૭. ચો ઓયું
૮. ધોલા ગિરિ
૯. નાગા પર્વત
૧૦. અન્નપૂર્ણા
ઉપરોક બધા જ પર્વતો વિશ્વના ટોપ ૧૦ પર્વતોની યાદીમાં આવે છે.
ભારતની હિમાલયની પર્વતમાળા હિમાલયની છે જે ૨૪૧૩ કિમી લાંબી છે.
ભારતના ટોપ ૧૦ પર્વતો
૧. કે 2
૨.કંચનજંગા
૩. નંદાદેવી
૪. કમેટ
૫.સાલ્ટરો કાંગરી
૬. સસેર કાંગરી
૭. મમોસ્તાંગ કાંગરી
૮. હાર્ડીઓલ
૯.ચોખંબા આઇ
૧૦. ત્રિશુલ આઇ
વિશ્વભરમાંથી ઘણા બધા મુસાફરો આ પર્વતોની સફર કરવા નીકળે છે અને તેની ટોચ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. પર્વતની સફર કરવી જેટલી મુશ્કેલ છે તેટલી જ રોમાંચક પણ હોય છે . મુસાફરોને પર્વત ચડવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે અને જીવનું જોખમ લઇને લોકો પર્વતો ચડે છે.
અરૂણિમા સિંહાને એક પગ ન હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ , માઉન્ટ કિલિમંજારો (તાંઝાનિયા), માઉન્ટ એલબ્રસ (રશિયા), માઉન્ટ કોસિસ્કો (ઓસ્ટ્રેલિયા), માઉન્ટ એકોનકાગુઆ (દક્ષિણ અમેરિકા), કાર્ટેન્સઝ પિરામિડ (ઇન્ડોનેશિયા) ) અને માઉન્ટ વિન્સન વગેરે પર્વતોની સફર કરી છે.