હિન્દુ ધર્મની પરંપરામાં ચારધામની યાત્રાનું ખુબ જ મહતનવ રહ્યું છે અને ચારધામની યાત્રા કરનાર વ્યકિત સઘળુ પ્રાપ્ત થયાનો આનંદ માણે છે અને અન્ય લોકો સમક્ષ વ્યકત પણ કરે છે ચાર મુખ્ય ધામોમાં જોઇએ તો પૂર્વમાં જગન્નાથજી, પશ્ર્ચિમમાં દ્વારકા, ઉતરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રામેશ્ર્વર કે જેને આપણે સેતબીંદુ રામેશ્ર્વર તરીકે ઓળખીએ છીએ. જેમાં ઓડિશાના પુરી શહેરમાં આવેલા જગન્નાથજી મંદિરના ચમત્કારો અને રહસ્યો વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે…. ભગવાન જગન્નાથજી મંદિર વિષે વાત કરીએ તો આ મંદિર ઉપર જે ધજા છે. તે હમેંશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં, પરંતુ તેની વિપરીત દિશામાં ફરકતી રહે છે. આવું શા માટે થાય છે તે કોઇને ખબર નથી.
ભગવાન જગન્નાથજીની ધજા રોજા બદલાવવામાં આવે છે જો બદલાવવામાં ન આવે તો આવતા 18 વર્ષ મંદિર બંધ થશે તેવી પણ એક માન્યતા છે. આ મંદિર પર આજ સુધી કયારેય પણ કોઇ પક્ષી બેઠું નથી અને કોઇ પક્ષી મંદિર ઉપરથી પસાર થયું નથી આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે.
જગન્નાથજી મંદિર કિનારે આવેલું છે તો દરિયામાં મોજાનો અવાજ આવતો હોય છે. પણ આપણે જેવા મંદિરના પ્રવેશ દ્વાર (સિંહ દ્વાર) માં આપણો પગ મૂકીએ એટલે અચાનક કાનમાં દરિયાનો અવાજ આવવાનો બંધ થઇ જાય છે. પાછા ફરતી વખતે જેવો એક પણ મિેંદરના દ્વાર
બહાર કાઢીએ એટલે અચાનક ઘુઘવાટા કરતા દરિયાનો અવાજ આવવા માંડે છે. આજ દિવસ સુધી આ રહસ્ય અણઉકેલ જ રહ્યું છે. ભગવાન જગન્નાથજીનું મંદિર 214 ફુટ ઉંચુ છે. અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ આ મંદિરનો પડાછાયો કોઇ દિવસ જમીન ઉપર પડતો નથી. આ ચમત્કારનું કારણ પણ કોઇ ઉકેલી શકયું નથી.
આ મંદિરનું ભોજનાલય વિશ્ર્વના મોટા ભોજનાલયમાં આવે છે. અહીં પ00 રસોઇયા અને 300 તેમના સહાયકો કામ કરે છે. આજ દિવસ સુધીમાં ગમે તેટલા ભકતો કે લાખોની સંખ્યામા લોકો આવી જાય તો પણ કયારેય ભોજન (પ્રસાદ) ઘટયો નથી જેવા મિેંદરના દ્વારા બંધ કરવાનો સમય આવે એટલે ભોજન (પ્રસાદ)આપો આપ સમાપ્ત થઇ જાય છે. આ ચમત્કાર નહી તો બીજું શું…..?
જગન્નાથજી મંદિરમાં ભોજન (પ્રસાદ) માટીના વાસણો ભોજન પકાવવા માટે કરવામાં આવે છે. ચૂલા ઉપર એકની ઉપર એક એમ સાત વાસણો ભોજન પડાવવા માટે રાખવામાં આવે છે. પરંતુ સૌથી ઉપર સાત નંબરના વાસણમાં રાખવામાં આવેલ ભોજન પહેલા પાકે છે.
ત્યારબાદ છ, પાંચ , ચાર એક ક્રમ સહ અને છેલ્લે એક નંબરના વાસણનું ભોજન પાકે છે. એક નંબરના વાસણનું ભોજન પહેલા પાકવું જોએ પછી બે, ત્રણ એમ થવું જોઇએ કારણ કે એક નંબરના વાસણને અગ્નિનો તાપ સૌથી વધારે લાગે છતાં સૌથી ઉપર એટલે કે સાતમાં નંબરે રાખેલ વાસણનું ભોજન પહેલા પાકે તે ચમત્કારથી કંઇ ઓછું છે….?
ભગવાન શ્રી કૃષ્ણનું પરલોક ગમન થયું ત્યારે તેમનું શરીર પંચતત્વોમાં વિલીન થઇ ગયું તેમનું હ્રદય ધબકતુ રહ્યું એ ત્યાંની લાકડાની મૂર્તિમાં છે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે. મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ તેના મોટાભાઇ બલરામજી અને તેમની બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિ છે. કોઇ મંદિરમાં ભગવાન લાકડાની મૂર્તિના હોય..? પણ અહિંયા છે દર બાર વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે. જયારે મૂર્તિ બદલવાની હોય ત્યારે મંદિર અને આખા પુરી શહેરમાં અંધાર પટ્ટ કરી દેવામાં આવે છે. મંદિરની ચારે બાજુ સી.આર.પી. એફ. ગોઠવી દેવામાં આવે છે.
કોઇને પણ મંદિરની અંદર જવા દેવામાં આવતા નથી. આવતા ફકત જે પુજારીએ મૂર્તિ બદલવાની છે અને પુજારીને આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ હાથ મોજા પહેરાવવામાં આવે છે જો કોઇ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ (શ્રી કૃષ્ણ ભગવાનનું હ્રદય) જો જોઇ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને તેના શરીરના ટુકડે ટુકડા થઇ જાય જે જે પુજારીએ મૂર્તિ બદલી તેને પુછવામાં આવ્યું કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસુસ થાય છે…? તો તેણે કહ્યું કે જયારે જુની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં ચડાવીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કોઇ ઉછળતું હોય તેવું લાગે છે. બીજી કાંઇ ખબર પડતી નથી આજ સુધી બ્રહ્મપદાર્થનું રહસ્ય અકબંધ રહ્યું છે.