મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની થીમ પર આધારિત ફિએસ્ટામાં ૪૦ સ્ટોલ ઉભા કરાયા
રાજકોટ
વિર્દ્યાથીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે તેવા આસયી એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આવતીકાલે તા.૨૫ને શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કલ્ચરલ કોમ્પલેક્ષ ખાતે સવારના ૮:૩૦ ી સાંજના ૫:૩૦ સુધી બિઝનેશ ફિયેસ્ટા-૨૦૧૭નું આયોજન કરાયું છે. જેમાં મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાની થીમ આધારીત ૪૦ સ્ટોલ ઉભા કરવામાં આવશે.
ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં ફેશન ઝોન, ગલ્સ એન્ડ બોયઝ માટે એસેસરીઝ મહેંદી, નેઈલ આર્ટ, ટેટુ, ફૂડ ઝોન, ગીફટ આઈટમ, ઓન ધ સ્પોટ પ્રિન્ટેડ લઈ નાના બાળકોની વિવિધ આઈટમો મુકવામાં આવી છે. ફિએસ્ટામાં હર્બલ મેડિકલ પ્રોડકટ્સ પણ મળી રહેશે. આ ઉપરાંત અનેક આકર્ષક ઉત્પાદનો ફિયેસ્ટામાં જોવા અને માણવા મળશે. આ બિઝનેશ ફિયેસ્ટામાં કોલેજના પ્રેસીડેન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ ‚પાણી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાઘર અને એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના ડો.આર.એન.વાઢેર દ્વારા આમંત્રિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ, રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કલેકટર ડો.વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશનર ડો.બંછાનિધિ પાની, પોલીસ કમિ. અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહ શોભામાં અભિવૃધ્ધિ કરશે.
તેમજ એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના હેડ ડો.સંજયભાઈ ભાયાણીસ ે સંપૂર્ણ યુનિ. કેમ્પસ, આર.એમ.સી.ના વડા, બી.જે.પી. સર્કલ, નામાંકિત ઉદ્યોગપતિઓ, શિક્ષણ વિદો, વાલીઓ વગેરેને આમંત્રીત કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા આ બિઝનેશ ફિયેસ્ટાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બિઝનેશ ફિયેસ્ટાનું આયોજન એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના એમ.બી.એ. ડીપાર્ટમેન્ટના હેડ પ્રો.અયુબ ખાનના નેતૃત્વ હેઠળ કમિટી મેમ્બર્સ આસી. પ્રો.હિરેનભાઈ મહેતા, આસી. પ્રો.હેતલ ‚પારેલીયા, આસી. પ્રો.ક્રિષ્ના ઝાંઝમેરીયા, આસી. પ્રો.રાહુલ ચૌહાણ, આસી. પ્રો.જય ગોસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.બિઝનેસ ફિયેસ્ટાને સફળ બનાવવા માટે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના એમ.બી.એ. તા એમ.કોમ. ભવનના વિર્દ્યાીઓ ખુબ જહેમત ઉઠાવી રહ્યાં છે. એન.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત આવતી તમામ ફેકલ્ટીના હેડ પોતાના વિર્દ્યાીઓને આ માટે પ્રોત્સાહિત કરી રહયાં છે.આ બધા જ સ્ટોલ પર બધી જ પ્રોડકટસ ડીસ્કાઉન્ટ પર મળી શકશે. આ બિઝનેશ ફિયેસ્ટામાં વિર્દ્યાીઓ રીયલ બિઝનેશ કરશે અને મળતો નફો પોતાની પાસે રાખશે. આ બિઝનેશ ફિયેસ્ટા અંતર્ગત વિર્દ્યાીઓને પ્રોત્સાહિત કરવા અને એમની મહેનતને બિરદાવવા માટે સૌ.યુનિ. એમ.બી.એ. ભવનના હેડ ડો.સંજયભાઈ ભાયાણી, દૂરદર્શનના ડાયરેકટર અનિલભાઈ ભારદ્વાજ, શિક્ષર વિદ ડો.કાલરીયા, રાજકોટ મેનેજમેન્ટ એસો.ના પ્રેસિડેન્ટ ચેતનભાઈ કોઠારી તા રેડીયો જોકી નીમીતભાઈ ખાસ પધારવાના છે. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ આ સુંદર આયોજન નિહાળવા માટે આપ સર્વે જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવે છે.