જોઈન્ટ પોલીસ કમિશ્નર એસ.એમ. ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને રવિ મોહન,સિન્ડીકેટ સભ્ય મેહુલ રૂપાણી સહિતનાઓની ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કુલપતિ નિલાંબરીબેનદવેના અધ્યક્ષ સ્થાને હોપ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતિ પ્રો. નિલાબરીબેન દવેની અધ્યક્ષતામાં HOPE(Healthy, optimistic, positive, Enterprising)નો કાર્યક્રમ યોજાયેલ હતો.
આ અંતર્ગત હોપ વિષેની માહિતી આપતા સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે હોપ એટલેકે Healthy,optimistic, positive, Enterprising)અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નકકી કરેલ છે. જેમાં વિદ્યાર્થીઓ માટે વ્યસન મૂકત,વ્યકિત વિકાસ ઝુંબેશના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. આ અંતર્ગત દર મહિને એક કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં ડો. જય વસાવડા ડો. કાજલ ઓઝાવૈધ, સંજયભાઈ રાવલ, પ્રો. હિતેશભાઈ શુકલ, ઉમેશ સગર, સાંઈરામ દવે જેવા મોટીવેટર્સના વકતવ્યો યોજવામાં આવશે.
રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતુ કે યુનિસીટીઓએ વિદ્યાર્થીઓનાં સર્વાંગીણ વિકાસનું કેન્દ્ર સ્થાનછે. અને યુનિવીર્સટીઓમાં આવી વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ કરવામાઆવે છે. તે બદલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેને હું અભિનંદન આપું છું. સાથે સાથે હોપ એટલે કે આજનો વિદ્યાર્થી સ્વસ્થ રાહે, આત્મવિશ્વાસ કેળવે અને સમાજને, દેશને ઉપયોગી બને તેવી રીતે કાર્ય કરવા માટે આ ખૂબજ ઉમદા કાર્યક્રમનું યુનિવર્સિટીએ આયોજન કરેલ છે. જે ખૂબ સરાહનીય છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતો સૌરાષ્ટ્રયુનિ.ના દીર્ધદ્રષ્ટા કુલગુરૂ પ્રો. નીલાંબરીબેન દવેએ જણાવ્યુંહતુ કે આજનો હરિફાઈ યુકત જમનો કવીટ કરવાનો નહિ પરંતુ ફાઈટ કરીને સફળતા મેલવવાનો છે.આમાટે સૌરાષ્ટ્ર યુનિ. પોતાની સામાજીક જવાબદારી‚પે વિદ્યાર્થીઓને નિરંતરઆવા કાર્યક્રમોના માધ્યમથી માત્ર શિક્ષણ જ નહી પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થશય તે દિશામાં કાર્ય કરી રહી છે.
આ ઉપરાંત હોપ અંતર્ગત અન્ય આહાર સ્વચ્છ, મન સ્વચ્છ થીમ હેઠળ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ડીબેટ, હેકેથોન, અને હાઈજેનીક ફૂડ ડેમોસ્ટ્રેશન વગેરે જેવા કાર્યક્રમોનં આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું સચાલન પ્રકાશભાઈ દુધરેજીયાએ કરેલ હતુ.
આ કાર્યક્રમમાં મનોજ અગ્રવાલ, એસ.એમ.ખત્રી, મનોહરસિંહ જાડેજા તથાડો. રવિ મોહન સૈની, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, ભૂષણ સ્કૂલના મેહુલભાઈ પરડવા તથા કુલસચિવ ડો.રમેશભાઈ પરમાર, અધ્યાપકો વિવિધ કોલેજોનાં કો.ઓડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.