રાજકોટમાં 3 લાખથી વધુ તીરંગા ફરકાવવાનું ઘડાતુ આયોજન
ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને હર ઘર તિરંગા: અંતર્ગત આજે મેયર ડો.પ્રદિપ ડવની અધ્યક્ષતામાં યુનિવર્સીટી, ઔદ્યોગિક, શાળા સંચાલકો વગેરે સાથે મિટિંગ યોજાઈ.
આ અવસરે મેયરે જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ આપણી આન બાન અને શાન છે. રાષ્ટ્રધ્વજ માટે દેશના નાગરિક તરીકે આપણને સૌને ગૌરવ હોય જ.
આપ સૌના સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમ ખુબ જ સફળ થશે. શહેરમાં 3 લાખ રાષ્ટ્રધ્વજ લહેરાય તો શહેર માટેનું પણ ગૌરવ વધશે અને તેમની અનેક અસરો જોવા મળશે.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ભીમાણી રાષ્ટ્રધ્વજ આપના રાષ્ટ્રની ભાવનાનું પ્રતિક છે. દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાય તે આપણા સૌની ફરજ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની તમામ પ્રોપર્ટીઓ, કર્મચારીઓના નિવાસ સ્થાન તેમજ અન્ય યુનિવર્સીટી તેમજ અન્ય કોલેજોના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાને પુરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ મિટિંગમાં સૌરાષ્ટ્ર એન્જીનીયરીંગ એસો., હરિપાળ ઇન્ડસ્ટ્રીઝ, ઉમિયા પરિવાર, શાપર મેટોડા ઇન્ડસ્ટ્રીઝ, રામનગર એરિયા ઇન્ડસ્ટ્રીઝ, ટેક્ષ ટાઈલ, મર્ચન્ટ એસો., રાજકોટ કોચિંગ ક્લાસ એસો., આત્મીય યુનિવર્સીટી, બિલ્ડર એસો. વગેરેના હોદેદારઓ ઉપસ્થિત રહેલ. તમામ એસો.એ હર ઘર તિરંગામાં કાર્યક્રમમાં પુરતો સહકાર આપવા જણાવેલ હતું.