કોરોનાના ખતરાને લઈ બહારગામના વિદ્યાર્થીઓને પીજી હોસ્ટેલમાં નો એન્ટ્રી

વિશ્ર્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે માર્ચના અંતથી જ દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા શાળા-કોલેજો તાત્કાલીક ધોરણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઈ રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ લેવાની બાકી રહી ગઈ છે. જો કે, રાજ્યભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુજી સેમ-૬ના કોર્સની પરીક્ષા લેવાઈ ગઈ છે. જો કે, રાજ્ય સરકાર દ્વારા પીજીની પરીક્ષાઓને લઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરીક્ષાઓ ૨૫મી જૂનથી પ્રારંભ થનાર છે. જો કે, અમદાવાદ, સુરત, બરોડા સહિત ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધારે હોય. ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ સહિતની યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ જુલાઈ માસના અંતમાં લેવાશે. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨૫મી જૂનથી પીજીની પરીક્ષાનો પ્રારંભ થશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હાલની પરિસ્થિતિ જોતા ૨૫મીથી શ‚રૂ થનાર પરીક્ષાની લઈ ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ અસમંજની પરિસ્થિતિમાં છે ત્યારે બીજી બાજુ વિદ્યાર્થી પણ ચિંતામાં છે. આટલા દિવસો વિતી ગયા છતાં પરીક્ષા કયારથી શ‚રૂ થશે તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીજીની પરીક્ષાઓ લેવાની બાકી હોય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમદાવાદ, સુરત અને બરોડાથી અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા દેવામાં આવનાર હોય જો કે મધ્ય ગુજરાત કોરોનાનું સંક્રમણ વધારે હોય વિદ્યાર્થીઓ ત્યાંથી અહીં સુધી ધક્કો ખાય છતાં તેઓને કોઈ યોગ્ય સુવિધા હાલની સ્થિતિમાં મળી ન શકે જેથી વિદ્યાર્થી પણ ચિંતાતૂર થયા છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું સંભવિત ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલ છે. ૨૫મી તારીખથી ૨૨ જેટલા કોર્સની પરીક્ષાઓ લેવામાં આવશે અને જેને લઈ યુનિવર્સિટી દ્વારા આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ ૪૮ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જો કે, સત્તાધીશોના કહેવાર મુજબ હાલ ૨૫ જુનથી પરીક્ષા યોજવી તેવું કાંઈ સ્પષ્ટ જણાતું નથી અને ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષાને લઈ અસમંજસમાં મુકાઈ છે.

પરીક્ષા લેવાના મુદ્દે વીસી-પીવીસી વચ્ચે મતમતાંતર

૨૫મીથી પરીક્ષા લેવા મુદ્દે અનિશ્ર્ચિતતા: કુલપતિ પેથાણી

102

પરીક્ષા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે હું સતત સંપર્કમાં છું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ૨૫મી જૂનથી પરીક્ષા લેવા તેવું હાલ કાંઈ નક્કી થયું નથી. સંભવિત પરીક્ષા ૨૫ જૂન રાખવામાં આવી છે. જો કે જ્યાં સુધી શિક્ષણ વિભાગનો આદેશ ન આવે ત્યાં સુધી પરીક્ષા મુદ્દે કોઈ સ્પષ્ટતા થશે નહીં અને જ્યારથી પરીક્ષા શ‚થશે. ત્યારબાદઅમદાવાદ,  સુરત અને બરોડાથી જે વિદ્યાર્થી આવશે તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ એક કલાસમાં ૧૫ જ વિદ્યાર્થી સાથે પરીક્ષા લેવાશે અને તમામ વિદ્યાર્થીને થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી પરીક્ષા આપવા દેવામાં આવશે.  આ વર્ષે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ યુનિવર્સિટી દ્વારા ૪૮ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.

૨૫મી જૂનથી પૂરી તકેદારી સાથે પરીક્ષા લેવાશે: ઉપકુલપતિ દેસાણી

101 1

પરીક્ષા મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ઓછો હોય આગામી ૨૫મી જૂનથી પરીક્ષાનો વિધિવત પ્રારંભ થશે. જેમાં પુરતી તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે ઉપરાંત અમદાવાદ, બરોડા અને સુરતના વિદ્યાર્થીઓને અહીં સુધી ધક્કો ન ખાવો પડે તે માટે ધ્રાંગધ્રાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેથી ત્યાંના વિદ્યાર્થીને પરીક્ષા દેવા અનુકુળ સ્થિતિ રહે. આ ઉપરાંત પરિસ્થિતિને ધ્યાને રાખી આ વર્ષે ફક્ત ૫ જિલ્લાઓમાં જ નહીં પરંતુ અલગ અલગ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ પોતાના પસંદગીના કેન્દ્રમાં પરીક્ષા આપી શકે તેવી અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

પરીક્ષા મોડી લેવી જ વિદ્યાર્થીના હિતમાં: ડો.નિદત બારોટ

104

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોતા રાજ્યની તમામ યુનિવર્સિટીએ જુલાઈ માસના અંતમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષાને લઈ અનેક અટકળો ચાલે છે. જો કે, વિદ્યાર્થીના હિતમાં વાત કરીએ તો પરીક્ષા મોડી લેવી તે જ યોગ્ય છે. કેમ કે, હાલની સ્થિતિમાં તો પરીક્ષા લેવી ગંભીર છે અને અમદાવાદ, બરોડા, સુરતથી વિદ્યાર્થીઓ આવે તો ત્યાં કોરોનાનું સંક્રમણ વધુ હોય તો અહીંના વિદ્યાર્થીઓને સંક્રમણથી રોકવા પરીક્ષા પાછળ ઠેલવવા મારી અપીલ છે.

અમદાવાદ, સુરત અને બરોડાના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે: હરદેવસિંહ જાડેજા

103

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પરીક્ષા વિભાગ વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે અને ક્યારે લેવી તેની વ્યવસ્થામાં જ લાગ્યા છે. જો કે, કોરોનાની સ્થિતિમાં અમદાવાદ, સુરત અને બરોડાના જે કોઈ વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા આપવા આવવાના હોય તેના માટે ખાસ અલગથી વ્યવસ્થા કરવામાં આવે અથવા અમદાવાદથી નજીક વિદ્યાર્થીને કેન્દ્ર ફાળવાય જેથી કોરોનાનું સંક્રમણ અન્ય વિદ્યાર્થીને ન લાગે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.