કોરોના અને લોકડાઉનના કારણે દેશભરમાં ખોરંભે પડેલા યુનિવર્સિટીઓનાં શૈક્ષણિક કાર્યને કાર્યરત કરવા યુજીસી દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું
વિશ્વભરમાં હાહાકાર માવનારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે દેશભરની તમામ યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોનું શૈક્ષણીક કાર્ય ઠપ્પ થઈ જવા પામ્યું છે. લોકડાઉનના કારણે મોટાભાગની યુનિવર્સિટીઓમાં પરિક્ષાઓ પણ લેવાય શકી ન હતી જેથી આ મુદે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિર્ણય લઈને આગામી શૈક્ષણીક સત્રનું નવુ કેલેન્ડર ગઈકાલે જાહેર કર્યું છે. જે મુજબ જૂના વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ૧લી ઓગષ્ટથી થશે.જયારે નવા વિદ્યાર્થીઓની પ્રવેશની કામગીરીનો પ્રારંભ ૧લી ઓગષ્ટથી થશે અને તેમના શૈક્ષણીક સત્રનો પ્રારંભ ૧લી સપ્ટેમ્બરથી થશે.
કોરોના અને લોકડાઉનના કારણે દેશભરની યુનિવર્સિટીઓના ખોરંભે ચડેલા શૈક્ષણિક કાર્યનુ જે ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૨૦-૨૧નું શૈક્ષણિક કેલેન્ડર બનાવવા કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય દ્વારા બે નિષ્ણાંતોની સમિતિ બનાવી હતી. આ નિષ્ણાંતોની સમિતિના ભલામણના આધારે યુજીસીએ આ નવા શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરી છે. લોકડાઉનના કારણે જે યુનિવર્સિટીઓએ પરિક્ષાઓ મોકૂફ રાખી હતી તે પરિક્ષાઓ જુલાઈ અને ઓગષ્ટમાં યુનિવર્સિટીઓ તેમની અનકિળતા મુજબ યોજી શકશે. યુનિવર્સિટીઓને પરિક્ષાનો સમય ત્રણ કલાકમાંથી બેકલાકનો કરવા અને પરીક્ષા શકય હોય તો ઓનલાઈન અને શકય ન હોય તો ઓફલાઈન લેવા ઉપરાંત, યુનિવર્સિટીઓને અઠવાડીયામાં છ દિવસ શૈક્ષણીક કાર્ય શરૂ કરવા સુચના અપાઈ છે.
યુજીસીએ યુનિવર્સિર્ટીઓને વચ્યુઅલ કલાસરૂમ તૈયાર કરીને વિડીયો કોન્ફરસીગ સુવિધા ઉપલબ્ધ કરાવવા, તમામ શૈક્ષણીક સ્ટાફને ટેકનોલોજીના ઉપયોગથી શૈક્ષણીક કાર્ય કરવા તૈયાર કરવા ઉપરાંત ઈ ક્ધટેન્ટ, ઈ લેબપ્રયોગો કરવા અને તેને વેબસાઈટ પર મુકવા પણ તાકિદ કરાય છે. યુનિવર્સિટીઓને ઓનલાઈન ટીચીંગ દ્વારા ૨૫ ટકા અભ્યાસક્રમ પૂરો કરવા આયોજન ઘડી કાઢવા પણ હિમાયત કરાય છે. જેથી ભવિષ્યમાં આવી કટોકટી ભરી સ્થિતિમાં ટેકનોલોજીનાં ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં માર્ગદર્શન આપી શકાય યુજીસીએ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ના બે શૈક્ષણીક કેલેન્ડર તૈયાર કરીને યુનિવર્સિટીઓને મોકલી આપ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણીક કેલેન્ડરમાં વિદ્યાર્થીઓને ૩૧મી મે સુધી ઓનલાઈન, સોશ્યલ મીડીયા, ઈ-મેઈલ, વિડિયો કોન્ફરન્સ દ્વારા જુનો અ્ભ્યાસક્રમ પૂર્ણ કરાવવા જણાવાયું છે.
વિદ્યાર્થીની ડેઝર્ટેશન, પ્રોજેકટ વર્ક, ઈન્ટરશીપ, રિપોર્ટ, ઈન્ટરનલ એસેસમેન્ટ, એસાઈમેન્ટ વગેરેની પ્રક્રિયા ૧ જૂન થી ૧૫ જૂન વચ્ચે પૂર્ણ કરવાની તથા ૧લી જુલાઈથી ૩૧ જુલાઈ વચ્ચે મોકૂફરખાયેલી પરિક્ષાઓ લઈને ટર્મીનલ પરિક્ષાના પરિણામો ૩૧ જુલાઈ પહેલા અને ઈન્ટરમીડીયેટ પરિક્ષાના પરિણામો ૧૪ ઓગષ્ટ પહેલા જાહેર કરવા તાકિદ કરાય છે. જો કોરોનાના કારણે સ્થિતિ થાળે ના પડે તો યુનિવર્સિટીઓ માટે પરીક્ષા યોજવી શકય ન બને તો વિદ્યાર્થીને આંતરીક મુલ્યાંકન દ્વારા ૫૦ ટકા માર્કસ અને ૫૦ ટકા માર્કસ ગત સેમેસ્ટરના પરિણામના આધારે માર્કસ આપીને તેનું પરિણામ આપવાપણ યુનિવર્સિટીઓને યુજીસીએ માર્ગદર્શન આપ્યું છે. જે વિદ્યાર્થીનાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા બાકી હોય તેમને ૧૦૦ ટકામાંથી તેમના આંતરીક મલ્યાકન દ્વારા માર્કસ આપવાની પણ સુચના અપાઈ છે.
નવા શૈક્ષણિક કેલેન્ડર માટે યુજીસીની યુનિવર્સિટીઓને માર્ગદર્શિકા
- નવી પ્રવેશ પ્રક્રિયા ૧/૮/૨૦ થી ૩૧/૮/૨૦ સુધી
- પહેલી સેમેસ્ટર પરિક્ષા ૧/૧/૨૧ થી ૨૫/૧/૨૧
- બીજી સેમેસ્ટર પરિક્ષા ૨૬/૫/૨૧ થી ૨૫/૬/૨૧
- ઉનાળુ વેકેશન ૧/૭/૨૧ થી ૩૦/૭/૨૧
- નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ ૨/૮/૨૧