‘અબતક ચાય પે ચર્ચા’  માં જી.ટી.યુ.ના કુલપતિ ડો. નવિનભાઇ શેઠે શાસ્ત્રોને લગતા ઓનલાઇન કોર્સની વિગતો આપી

અબતક, રાજકોટ

ભારતમાં યુવર્સિટીઓમાં શાસ્ત્રો, વેદો, પુરાણો વગેરે ભારતીય પરંપરાનું જ્ઞાન આપવા અથવા શિખવવાએ આજના સમય ખુબ ઉપયોગી બની છે જે ભારતને વિશ્ર્વગુરુ જ્ઞાન બાબતમાં બનાવી શકે તે જી.ટી.યુ.ના કુલપતિ ડો. નવિનભાઇ શેઠે ‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાર્ય પે ચર્ચા’માં જણાવ્યું હતું.

પ્રથમ બેંચમાં 900 વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી હતી

પ્રશ્ર્ન:-  જી.ટી.યુ.માં ધરોહરમાં એક બેંચ પુરી થઇ અને બીજી બેંચ શરૂ કરી રહ્યા છો તો ધરોહરમાં શું હશે?

જવાબ:-  ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી મુજબ ધરોહરના આ વિશેની સ્થાપના કરી, જે 2020માં રાષ્ટ્રીય શિક્ષા નીતી આવી જેમાં ખુબ નિહાતક ફેરફારો સુચવેલા છે તેમાંનું એક પગલુ એટલે ધરોહર સેન્ટર એમાંની એક સ્થાપના કરી છે. આ સેન્ટરમાં ભારતની પ્રાચિન પરંપરા છે તેનાથી વિદ્યાર્થીઓ અલિપ્ત ન રહે અને આજે આપણા વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી કે આર્કીટેકમાં આપણું શું પ્રદાન છે? કેમેસ્ટ્રીમાં ભારતનું સુપ્રદાન છે? જે ઇન્ટરનેશનલ લેવલે શું મહત્વ છે? તે બધી વસ્તુઓની જાણકારી માટેનું આ જી.ટી.યુ. દ્વારા સમજાવામાં આવે છે. અને ભારતની પરંપરાનું મહત્વ સમજાવામાં આવે છે. આધુનિક શાસ્ત્રો અને શસ્ત્રો દ્વારા બધી જ જાણકારી મળે અને ખરેખર કઇ રીતે શું થાય અને વાસ્તવિક શું છે. તેની પૂરી જાણકારી મળી રહ. પુરાણ, ઉપનિસદ, વેદ, વાસ્તુકલા વગેરે જેવા નિષ્ણાંતો બહુ જ છે અને તેનો લાભ બધાને પુરતા પ્રમાણમાં મળે તે હોય છે.

પ્રશ્ર્ન:- શાસ્ત્ર, પુરાણો, વેદો, ઉપનિષદો વગેરે આજના યુવાનને શિખવવું જોઇએ? મૂળ પરંપરા શિખડાવાનું જરૂર કેટલી લાગે છે?

જવાબ:- ભારત એ વિશ્ર્વ ગુરૂ ઉપર હતુ અને ભારત જ્ઞાનનો ભંડાર હતું. અંગ્રેજો આવ્યા પછી શિક્ષણવૃતિ અને પરંપરામાં ફેરફાર થવા લાગ્યો, અને ભારત પોતે સાયન્સ અને ટેકનોલોજીના આધારે જ ભારત જ્ઞાનગુરુના દરજજે હતું. મોર્ડન સાયન્સ અને મેડિકલમાં જે જોઇએ તે ચરક સહિતા વગેરે જેવામાં પેલેથી ઉલ્લેખ છે જ અને કેમિસ્ટ્રીનો વિદ્યાર્થી નાગાર્જુન કેમેસ્ટ્રી પણ જાણી શકે, અર્થશાસ્ત્રના આધુનિક સુત્રો જાણી શકે.

પ્રશ્ર્ન:- વાસ્તુકળાને લોકો અંધશ્રઘ્ધામાં લે છે, પરંતુ, વાસ્તુશાસ્ત્રની પાછળનું સાયન્સ અને જી.ટી.યુ. વાસ્તુકળાનો કોર્ષ ચલાવે છે તો પ્રાચીન ભારતીય શાસ્ત્ર કે જ્ઞાન આમાં કઇ રીતે ઉપયોગી થઇ શકે ?

જવાબ:- અત્યારના આધુનિક આર્કિટેકચર નિર્માણીત હોય છે પરંતુ ભારતમાં પ્રાચિન સ્મારકો છે અથવા ભારતના લોકો દ્વારા બીજા દેશમાં  બનાવવામાં આવેલ હોય તે શ્રેષ્ઠતમ વાસ્તુકલા જોવા મળશે. મોટા ભયંકર હોનારતો આવી છતાં આપણા મંદિરો અખંડ રહ્યા અડીખમ રહ્યા તો તે અક્ષાંસ, રેખાંશ વગેરે જોઇને બનાવેલ હોય છે તો માત્ર અંધશ્રઘ્ધા નથી તે શુઘ્ધ શાસ્ત્ર છે આપણા પૂર્વજોએ જોઇએ તો ખગોળ શાસ્ત્રમાં ખુબ જ આગળ વઘ્યા હતા અને તેમાં ગ્રહણ કયારે થશે, કેટલા વાગ્યે થશે, કયારે પૂર્ણ  થશે તે હજારો વર્ષ પછીનું અને હજારો વર્ષ પૂર્વનું જાણી શકતા, તો તે ભારત માટેનું ગૌરવ સ્થાન ગણી શકાય છે.

પ્રશ્ર્ન:- સામાન્ય રીતે લોકોના મનમાં રાજનીતિની છાપ ખરાબ છે, તો ખરેખર આપણે કોટીલ્ય મુજબ રાજનીતી શિખવા માટે આપનો પ્રયાસ શું છે? ખરેખર ચાણકયની રાજનીતી છે તે શિખવવાનો છે?

પ્રથમ બેંચમાં 900 વિશ્ર્વભરમાંથી વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી હતી ખરેખર કોઇપણ વિઘાર્થીએ પી.એચ.ડી. કરતો હશે કોઇ સંશોધન કરતો હશે તો તે રશિયાના, અમેરિકા વગેરેના અર્થશાસ્ત્રીઓનો જ રેફરન્સ આપે છે. જે ને કૌટિલ્યના અર્થશાસ્ત્રનું કેવામાં જ નથી આવતું અને તેની જાણ નથી હોતી. પરંતુ રાજય સરકારે શું કરવું જોઇએ, કટોકટીમાં શું કરવું જોઇએ તે બધાના આ કૌટિલ્ય શાસ્ત્રમાં ચોકકસ સિઘ્ધાંત આપેલા છે વિશ્ર્વ વ્યાપારમાં આપણે ખુબ જ અગ્રણી હતા. કેમ કે, કૌટિલ્ય પ્રમાણે રાજાઓ વ્યવહાર કરતા હતા. અને તે બિલકુલ અલિપ્ત થતાું જાય છે જેનું ઘ્યાન દોરવું ખુબ જરુરી બન્યું છે. આમ, રાજનીતીની સારી બાબતો પણ રહેલી હોય છે જેનું ઘ્યાન દોરવા જી.ટી.યુ. પણ કોર્ષ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.

પ્રશ્ર્ને:- ધરોહર સેન્ટરનો કોર્ષ કોણ કરી શકે? વય મર્યાદા શું હોય, કેટલી ફી હોય છે તેમ જ કઇ રીતે ચલાવામાં આવે છે?

જવાબ:- આ કોર્ષને ઓનલાઇન મુકવામાં આવ્યો છે. જેથી તમામ પ્રકારના વર્ગો આ કોર્ષનો લાભ લઇ શકે અને સવાર અને સાંજે બે વખત ચાલે તેવી રીતે ચલાવાય છે તેમાં વિદેશના સમય અનુસાર બધા જોડાઇ શકે તેમ જ કોર્ષ વકિલો, ડોકટરો તેમજ નેશનલ એમ બધા લોકો કરી શકે છે. જેની ફી ફકત 1000 રૂિ5યા રાખવામાં આવેલ છે. જે પૂર્ણ થયે ચાર પ્રકારની ક્રેડિટ મળે છે. નવી શિક્ષણ નીતિ મુજબ 1ર0 ક્રેડિટ ભેગી થાય ત્યારે તેને ગ્રેજયુએટની ડિગ્રી મળે છે.

સંદેશો

ધરોહર દ્વારા મળતી તકનો લાભ લઇ જેમાં ઘરે બેઠા, નોકરી-ધંધા દરમિયાન કરી શકો છો અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામ)ં આવશે અને તેમાં સાયટિફિકલી શસ્ત્રોમાં જે છે, તે શુઘ્ધ રીતે જ સમક્ષ મુકવામાં આવશે જેનો પૂરતા પ્રમાણમાં લાભ લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.