મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૨ લાખથી વધુની કરાયેલી સહાય
૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના વિવિધ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના વહિવટી તંત્ર દ્વારા કરાયેલા વિવિધ કાર્યક્રમોના આયોજન જે અંતર્ગત ૨૫ જાન્યુઆરીએ ગોંડલના ઇઅઙજ ( અક્ષર પુરષોત્તમ સંસ્થા) ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીની ઉપસ્થિતિમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે ૬૦૦૦ જેટલી મહિલાઓ ભાગ લેવાની છે. ૨૬મી જાન્યુઆરીના રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનના કાર્યક્રમમાં મહિલા કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિનું સન્માન પણ કરવામાં આવશે. વ્હાલી દીકરી યોજના હેઠળ યોજના હેઠળ ૧૦૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. નારી શક્તિના ગૌરવ-સન્માનથી આવતી કાલનું ગુજરાત આગવું ગુજરાત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના બજેટમાં મહિલા સશક્તિકરણ અંગેની વિવિધ ૭૨૦ જેટલી જોગવાઈઓને આવરી લેવામાં આવી છે. તેમાંથી ૧૭૮ જોગવાઈ તો સંપૂર્ણપણે મહિલાલક્ષી જ છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે બેટી બચાવો, બેટી પઢાઓ કેલેન્ડર – ૨૦૨૦નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં દિકરીઓ માટે વિવિધ કલ્યાણકારી યોજના વિશે માહિતી આપવામાં આવી છે.
સપ્તરંગી મેઘઘનુષ્યની જેમ સ્રી શક્તિ આજના સમયમાં પોતાની શક્તિના રંગો ફેલાવી રહી છે. સાવિત્રીબાઈ ફુલે હોય કે પી.વી.સિંધુ, દરેક ક્ષેત્રમાં નારીઓ નવા કિર્તીમાન સ્થાપી રહી છે. નારી સમય સાથે આગળ વધી રહી છે. ત્યારે મહિલાને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને આરોગ્યની દષ્ટિએ સક્ષમ બને તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ હાથ ધરી છે. ગુજરાતની સંવેદનશીલ સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂ પાણીના નેતૃત્વ હેઠળ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કર્યું છે.
રાજકોટમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અઘિકારી ડો. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકા અને ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત ૬ જેટલા કિશોરી મેળા, જાગૃતિ કાર્યક્રમ, એકતા રેલી, વિવિધ સ્પર્ધા, દિકરી જન્મોત્સવ, મીટિંગ વર્કશોપ સહિતના કાર્યો અસરકારક રીતે હાથ ધરવામાં આવ્યા છે. વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબીત બનાવવા માટે વિધવા પેન્શન યોજના વિશેની જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધવા પેન્શન યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં ૯,૮૨૩ જેટલી વિધવા મહિલાને વિધવા પેન્સન યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત ૬૨૫ જેટલી વિધવા મહિલાઓને સિલાઈ મશીન આપીને રાજ્ય સરકારે આર્થિક રીતે સ્વાવલંબિત બનાવવા માટે સહાય કરી છે.
સમાજમાં દિકરીને બોજ માનવામાં આવે છે ત્યારે માવતરના બોજને હળવો કરવા માટે ગુજરાત સરકારે વ્હાલી દિકરી યોજના થકી નવી પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત પરિવારમાં બાળકીના જન્મ પછી ભણતરનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. રાજકોટ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ દિવસે જન્મેલી ૨૦ દિકરીઓના માતા પિતાને પ્રોત્સાહીત કર્યા હતા.
રાજકોટ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ મહત્વની કામગીરી કરી રહી છે. મહિલાઓના અને દિકરીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે તો આપણી પણ ફરજ બને છે કે દિકરા-દિકરીને સમાનગણીને તેમની માટે સમાન તકોનું સર્જન કરીએ અને બે કૂળને તારતી દિકરીને ગૌરવ-સન્માનનું જીવન આપીએ