રાજકોટ, જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં અષાઢ મહીનાના આરંભ સાથે જ આકાશી હેત રુપ વરસાદ વરસવા લાગતા વાતાવરણ ઠંડુ ગાર થવા સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સૌરાષ્ટ્ર પંથકમાં મેઘ મલ્હારથી નદી-નાળા, ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે. વાડી ખેતરોમાં વાવેલી મોલાત માટે વરસાદ ખરા અર્થમાં જીવનદાન સમો સાબીત થઇ છે. ખેડુતોના ચહેરા ઉપર પણ ખુશીના મોજા ખીલ્યા છે.
રણકોટમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. બપોર બાદ ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. જૂનાગઢના માણાવદર પંથકમાં મેઘરાજાએ મુકામ કરી પાજોદ ગામે ૮ ઇંચ તથા બુરી ગામે પણ માત્ર ર કલાકમાં ૬ ઇંચ પાણી વરસાવી દીધુ હતુ. માણાવદર તાલુકામાં આજે ભારે ઉકળાટથી પશુ પક્ષી ગરમીથી ત્રસ્ત હતા. જેમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોએ રૌદ્ર સ્વરુપ ધારણ કરી પંથકમાં ઝંઝાવાતી અનરાધાર વરસાદે સમગ્ર પંથકને ધમરોળી નાખ્યું હતુ. શહેરમાં સુપડાધારે વરસાદ સાથે પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. સતત બે કલાક વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
સમગ્ર વિસ્તારમાં અતિ રૌદ્ર સ્વરૂપે વરસાદે માત્ર ૨ કલાકમાં શહેરમાં ૩, બુરી ૬, મટીયાણા ગામે ૫ ઇચ, લીંબુડા ગામ ૬ ઇચ, કોડવાવ ગામે ચાર ઈચ, પાજોદ ગામે અતી ભારે ૮ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેથી પાજોદ ગામે ખેતરો તળાવમાં ફેરવાયા માણાવદર તાલુકામાં પડેલા સર્વત્ર વરસાદથી નદી નાળા ચેકડેમો છલકાયાં હતા. કેશોદ પંથકમાં પણ મેઘરાજાએ હેત વરસાવતા 8 કલાકમાં ધીમીધારે 3 થી લઇ 4 ઇંચ વરસાદ પડ્યો છે.
- શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેતરાે, રાેડ-રસ્તાં, વાેકળામાં પાણી ભરાઈ ઉઠ્યા છે. કેશાેદ શહેરની ઉતાવળી નદી, મેસવાણની ગારીમાં પાણીની આવક થઈ છે. છેલ્લાં અઠવાડિયામાં ભારે પવનથી વરસાદ ખેંચાવાની બીકે ખેડુતાેમાં ચિંતાનું માેજું ફરી વળ્યું હતુ. જો કે હાલ વરસાદ પડતાં ખેડુતાેમાં ખુશીનું માેજું ફરી વળ્યું છે. વરસાદથી લીલાછમ ખેતરાેમાં મગફળના માૈલાતમાં જાેવા મળી રહી છે.