ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 વિસ્તારોમાં આજે પણ વરસાદ પડ્યો હતો.
આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં
કચ્છના નખત્રાણામાં 36 મિમિ,
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 21 મિમિ,
સુરતના માંગરોળ અને વડોદરાના પાદરામાં 10 મિમિ,
કચ્છના માંડવીમાં 8 મિમિ અને
ડાંગના સુબીરમાં 5 મિમિ વરસાદ નોંધાયો હતો.
નખત્રાણામાં બસ સ્ટેન્ડના મુખ્ય માર્ગ પર પાણી બે કાંઠે વહ્યા હતા. બજારોમાં પાણી પગથિયા સુધી ચડી ગયા હતા. જ્યારે નખત્રાણાના વથાણમાં નાળામાં એક યુવાન તણાયો હતો જેને લોકોએ હાથ પકડીને ઉગાર્યો હતો.
નાળાની દીવાલ ઘસી પડી હતી. નખત્રાણા તાલુકાના ઉગેડી, મોરાય ,ટોડીયા, ખોભળી, દેશલપર સહિતના ગામોમાં પણ મેઘમહેર જોવા મળી હતી.