મોરબી જીલ્લામાં ગઈકાલથી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો છેલ્લી ૨૪ કલાકમાં જીલ્લાના પાંચમાંથી ચાર તાલુકામાં એક થી પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને મોરબીની ધરોહર સમાન મચ્છુ ૧ અને ૨ ડેમમાં નવા નીરની આવક થઇ છે હાલમાં મોરબી જીલ્લામાં આવેલા ડેમ પૈકીના મચ્છુ ૧ ડેમમાં ૨૭.૯૦ ફૂટ પાણી ભરેલું છે અને મચ્છુ ૨ ડેમમાં ૧૩.૩૦ ફૂટ પાણી ભરેલ છે ટંકારા તાલુકના ડેમી ૧ ડેમની તો આ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી ગઈકાલ સુધી તળિયા જાટક ડેમી ૧ ડેમમાં પણ ૧૧ ફૂટથી વધુ પાણી આવી ગયું છે
મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે જેમાં આજે સવારના ૮ વાગ્યા સુધીમાં મોરબીમાં ૪૧ એમએમ, વાંકાનેર ૪૮ એમએમ, ટંકારા ૪૩ એમએમ, હળવદ ૩૧ એમએમ અને માળિયામાં ૮ એમએમ વરસાદ નોંધાયો છે મોરબી જીલ્લાના દસ પૈકીના ત્રણ ડેમમાં નવા નીરની આવક થવા લાગી છે મોરબી જીલ્લાના મચ્છુ-૧, મચ્છુ ૨ અને ડેમમાં વરસાદના નવા નીરની આવક થવા લાગી છે અને ૪૯ ફુટની ઉંચાઇ ધરાવતા મચ્છુ-૧ ડેમમાં નવુ ૪.૯૦ ફુટ પાણી આવ્યુ છે જેથી કરીને હાલમાં મચ્છુ-૧ ડેમમાં ૨૮ ફુટ પહોચી છે અને હાલમાં પણ નવા નીરની આવક ચાલુ છે તેવી જ રીતે આસો નદીની ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવક શરુ થઇ છે ૩૩ ફૂટની ઉચાઇ ધરાવતા મચ્છુ-૨ ડેમ ૧૪ ફૂટે પહોચ્યો છે. નર્મદાની મચ્છુ કેનાલ તેમજ ડેમના ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક ચાલુ જ છે જેમાં અત્યારે ૩૩૫૮ ક્યુસેક આવક ચાલુ છે.મોરબીની જીવાદોરી સમાજ મચ્છુ ડેમમાં પાણીની આવક થતા મોરબીવાસીઓની પાણીની સમસ્યામાં આંશિક રીતે ધટાડો નોંધાયો છે
ટંકારા તાલુકાના મિતાણા પાસે આવેલ ડેમ ૨૩ ફુટની ઉંચાઇ ધરાવે છે જે ગઈકાલે સવાર સુધી ખાલી પડ્યો હતો પરંતુ કુવાડવા આસપાસ ગઈકાલે સારો વરસાદ વરસતા ડેમમાં નવા નીરની ઘણી આવક થઇ છે જેમાં ડેમ એક જ દિવસમાં ૧૧ ફુટથી વધુ ભરાઈ ગયો છે મોરબી જીલ્લામાં મેઘરાજા મનમુકીને વર્ષે તેવું લોકો ઈચ્છી રહ્યા છે