કુલ ૧૪૦૦ જેટલા દિવ્યાંગજનોનુ સ્વાલંબન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાયુ, ૭૩૩ કાર્ડ જનરેટ પણ થઈ ગયા : દિવ્યાંગોને આ કાર્ડ કઢાવવા અપીલ
મોરબીમાં દિવ્યાંગોને અન્ય ડોક્યુમેન્ટ્સની જંજટમાંથી મુક્તિ અપાવનારો યુ.ડી.આઈ.ડી. પ્રોજેક્ટ પુરજોશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત યુનિવર્સલ આઈડી માટે સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૧૪૦૦ જેટલા દિવ્યાંગજનોનુ સ્વાલંબન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવામા આવ્યું છે, જેમાથી ૭૩૩ ની આસપાસ દિવ્યાંગોના યુ.ડી.આઈ.ડી. જનરેટ પણ થઈ ગયા છે. હાલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ જ છે.
યુનિવર્સલ આઈડી ફોર પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ અંતર્ગત યુનિક ડીસેબીલીટી આઈડી કાર્ડ કઢાવવા માટે સુરક્ષા ખાતા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વિકલાંગ વ્યક્તિઓને યુનિવર્સલ આઈ કાર્ડ આપવા માટેનો (યુ.ડી.આઈ.ડી.) યુનિવર્સલ આઈડી પર્સન્સ વીથ ડીસીબીલીટીઝ નામનો પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત દરેક કેટેગરી તેમજ દરેક ટકાવારીવાળા તમામ વિક્લાંગ વ્યક્તિ ને સમાજ સુરક્ષા કચેરી દ્વારા ઓનલાઈન પોર્ટલ પર (યુ.ડી.આઈ.ડી.) કાર્ડ નુ રજિસ્ટેશન કરી આપવામા આવે છે.
રજીસ્ટ્રેશન થયા બાદ તે કાર્ડ બનીને વિક્લાંગ વ્યક્તિ ના ઘરે મળી જશે. હાલ મોરબી સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૧૪૦૦ જેટલા દિવ્યાંગજનોનુ સ્વાલંબન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવામા આવેલ છે, જેમાથી ૭૩૩ ની આસપાસ દિવ્યાંગજનોન યુ.ડી.આઈ.ડી. જનરેટ પણ થઈ ગયા છે. જ્યારે ૧૮૮ જેટલી ફ્રેશ અરજી સિવિલ હોસ્પિટલ દ્વારા રજિસ્ટ્રેશન તેમજ તેમાથી ૧૪૭ જેટલી અરજી ના યુ.ડી.આઈ.ડી. જનરેટ પણ થઈ ગયેલ છે.
યુ.ડી.આઈ.ડી કાર્ડ ની વિશેષતા જોવા જઈએ તો આ કાર્ડથી રાષ્ટ્રીયકક્ષાનો દિવ્યાંગજનનો એક યુનિક ડેટા તૈયાર થશે. યુ.ડી.આઈ.ડી કાર્ડ થકી સરકાર દિવ્યાંગજનોનો રાષ્ટ્રીય કક્ષાનો એકશન પ્લાન તૈયાર કરી શકશે, જેમકે એક્સેસબેલીટી, પુન:સ્થાપન, શિક્ષણ, રોજગાર, આજીવિકા, જેવા આયોજનો થશે. દરેક દિવ્યાંગ લાભાર્થી ને એક સમાન પોર્ટલ પર લાવવામાં આવશે. વિસ્તૃત અને સચોટ દિવ્યાંગ ને લગતા આકડા પ્રાપ્ત થઈ શકશે. આ કાર્ડના લીધે દિવ્યાંગો ને વિવિધ કાગળો ની જંજટ માથી મુક્તિ મળશે. કોઈપણ જગ્યા પર દિવ્યાંગ આ કાર્ડ તેમજ દિવ્યાંગતા નુ ડો. સ્રટીફીકેટ ડિજીટલ સ્વરૂપે મેળવી શકે છે. રાઈટ ટુ પર્સન વિથ ડિસેઅબીલીટી એક્ટ ૨૦૧૬ અંતર્ગત ની તમામ ૨૧ પ્રકાર ની દિવ્યાંગતા ના પ્રકાર ને આમાં આવરી લીધા છે. કોઈ પણ ટકાવારી ધરાવતા દિવ્યાંગજન આ કાર્ડ મેળવી શકે છે. કાર્ડ ની વેબસાઈટ www.swavlambancard.gov.in છે.
હાલ પણ રજીસ્ટ્રેશન ની પ્રોસેશ શરૂ હોય જે વિક્લાંગ વ્યક્તિએ આ માટે રજીસ્ટ્ર્શન કરાવેલ નથી તે હવે કરી શકે છે. આ માટે જરૂરી રજીસ્ટ્રેશન કરાવવા વિક્લાંગ વ્યક્તિએ જરૂરી આધાર-પુરાવાઓ સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૫/૯, ભોયતળીયે, જિલ્લા સેવા સદન, સો ઓરડી સામે-મોરબી-૨, ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. (૧) ડો. સર્ટિફિકેટ-સિવિલ સર્જનનું વિકલાંગ પ્રમાણપત્ર ઓરીજનલ તેમજ ઝેરોક્ષ બન્ને, (૨) આધારકાર્ડ ઓરીજનલ તેમજ ઝેરોક્ષ બન્ને, (૩) એક પાસપોર્ટ સાઈજ નો ફોટો સાથે લાવવાનો રહેશે.
રૂબરૂ આવેલા અરજદારોને ઓરીજનલ કાગળો સ્કેન કરી સ્થળ પર પરત આપવામા આવશે.
રજિસ્ટેશન માટે વધુ વિક્લાંગતા ધરાવતા વિક્લાંગ વ્યક્તિ એ રુબરૂ આવવાની જરૂર નથી. ઓરીજનલ કાગળો સાથે તેમના વાલી,સગા અથવા મિત્રો પણ રજીસ્ટેશન કરાવી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com