પેટ્રોલ પંપ ખાતે પૂર્વ ડ્રાઈવરે પગારની ઉઘરાણી કરતા ફાયરીંગ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા’તા
શહેરના યુનિવર્સિટી રોડ પર પેટ્રોલપંપ પાસે ફાયરીંગ કરી ખુનની કોશીષ કરી જાની મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરવાના આરોપસર પકડાયેલ કમલેશ રામાણીને એડી. સેશન્સ જજ જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો ચેતન હસમુખભાઈ રાઠોડ કમલેશ રામાણીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો તે પગારના રૂપીયા પાંચ લાખ લેવાના હોય જેની માંગણી કરતા ફોન ઉપર બોલાચાલી કરી કમલેશ રામાણીએ ગાળાગાળી કરી, જ્ઞાતી પ્રત્યે હડધુત કરી, પતાવી દેવાની ધમકી આપી રકમની માંગણી કરતા કમલેશ રામાણીએ યુનિવર્સિટી રોડ પર એચ.પી.ના પેટ્રોલ પંપે બોલાવતા એકટીવા લઈ ત્યાં પહોંચતા કમલેશ રામાણી તથા તેની સોના બે અજાણ્યા માણસો કારમાં આવી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો પરંતુ સદર ગુન્હાના કામે કમલેશ રામાણીને અટક ન કરી પાસા કરી બરોડા જેલ હવાલે કરવામાં આવેલો કમલેશ રામાણીની બરોડા જેલી અટક કરતા બાદ કમલેશ રામાણીએ સદર ગુન્હાના કામે જામીન અરજી દાખલ કરેલી.
કમલેશ રામાણીએ જામીન પર મુકત વા એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી કરી હતી. ગુન્હાના કામે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલા છે. સી.સી.ટી.વી.કેમેરામાં ફાયરીંગ કરનારનું ચીત્ર સ્પષ્ટ નથી. સનિક જગ્યાએથી ફાયરીંગના અવશેષ મળેલ નથી. લંબાણપૂર્વકની રજૂઆતો સાથે અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે હાઈકોર્ટો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી જામીન પર મુકત કરવા અરજ ગુજારેલી.
બંને પક્ષોની રજૂઆતો બાદ કમલેશ રામાણી રાજકોટમાં રહેતા જામીન પર મુકત કરવા અંતર્ગત સત્તાઓ ઉપયોગ કરવાનું માની કમલેશ રામાણીને જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
બીલ્ડર કમલેશ રામાણી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી અને ચેતન ચોવટીયા રોકાયેલ હતા.